શોધખોળ કરો
Advertisement
ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડના વધુ એક સભ્ય કોરોના સંક્રમિત, જશવંત ભાંભોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ભાજપ પાર્લાંમેન્ટ્રી બોર્ડના વધુ એક સભ્ય કોરોના સંક્રમિત થયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંત ભાંભોરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ભાજપ પાર્લાંમેન્ટ્રી બોર્ડના વધુ એક સભ્ય કોરોના સંક્રમિત થયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંત ભાંભોરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજર રહેલા જશવંત ભાંભોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રીતે વધુ એક પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય સંક્રમિત થયા છે. નોંધનિય છે કે જશવંત ભાંભોર મુખ્યમંત્રી હાઉસમાં ભાજપની પાર્લમેન્ટ્રરી બોર્ડની બેઠકમાં હાજર રહ્યાં હતા. આ આગાઉ સાંસદ વિનોદ ચાવડા અને ભાજપ પ્રદેશના મહામંત્રી ભીખુ દલસાણિયાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
નોંધનિય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મુખ્યમંત્રી સાથે પાર્લમેન્ટ્રરી બોર્ડની બેઠકમાં હાજર રહેલા તમામ સભ્યોનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવી રહ્યાં છે. આજે જશવંત ભાંભોરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
કોવિડની ટ્રીટમેન્ટ લઇ રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઝડપથી રિકવરી માટે રેમડેસીવીર ઇંજેક્શન આપવામાં આવ્યું છે. નોંધનિય છે કે, 10 સિનિયર ડોક્ટરની ટીમ સીએમ રૂપાણીની ટ્રીટમેન્ટ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
ટેકનોલોજી
Advertisement