Rajkot: રાજકોટમાં મેંગો મિલ્ક શેકના નમુના ફેલ થતાં કોર્ટે ફટકારી જેલની સજા,જાણો સમગ્ર વિગત
રાજકોટ: ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાછે ચેંડા કરતા એકમો સામે તંત્રએ લાલ આંખ કરી છે. રાજકોટમાં મેંગો મિલ્ક શેકના નમુના ફેલ થતાં મ્યુનિસિપલ કોર્ટે સજા ફટકારી છે.
રાજકોટ: ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાછે ચેંડા કરતા એકમો સામે તંત્રએ લાલ આંખ કરી છે. રાજકોટમાં મેંગો મિલ્ક શેકના નમુના ફેલ થતાં મ્યુનિસિપલ કોર્ટે સજા ફટકારી છે. જો કે, આ કેસ ઘણો જૂનો છે. 10 વર્ષ પહેલાં મેંગો મિલ્ક શેકમાં પ્રતિબંધિત કલર મળી આવ્યો હતો. રાજકોટના પોપટપરા મેઈન રોડ પર આવેલા પટેલ રસના મેંગો મિલ્ક શેકનાં નમુના ફેલ થતાં મ્યુનિસિપલ કોર્ટે માલિકને એક માસની સજા ફટકારી છે. ટારજનપુરી ગોસ્વામી અને સોમાં ભાઈ ખૂંટ નામના ભાગીદારોને એક એક લાખનો દંડ અને એક માસની કેદની સજા મ્યુનિસિપલ કોર્ટે ફટકારી છે.
આ કેસ અંગે સામે આવેલી વિગતો અનુસાર 6 જૂન 2013ના રોજ નમુના લેવામાં આવ્યા હતા. જેમાં પ્રતિબંધિત કલર મળી આવ્યો હતો.
પાટણમાં શિક્ષકે વિદ્યાર્થીને એવી થપ્પડ મારી કે કાનનો પડદો ફાટી ગયો
શિક્ષકે વિદ્યાર્થીને મારમાર્યાની ઘટના સામે આવી છે જેમાં શહેરની એક શાળામાં થોડા દિવસો પહેલા શિક્ષકે ધોરણ-12નાં વિદ્યાર્થીને ડાબા ગાલ ઉપર તથા કાન ઉપર થપ્પડ મારતાં ડાબા કાનનાં પડદામાં કાણું પડી ગયું હતું.આ મામલે શિક્ષકે વિદ્યાર્થીનાં વાલીને ફરીયાદ ન કરવા અને સમાધાન કરવા ધમકી આપી હોવાનો પણ આક્ષેપ થયો છે. જેને લઈ વિદ્યાર્થીની માતાએ B,ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
શિક્ષકે લાફો મારતા તેના કાનના પડદામાં કાણું પડી ગયું
પાટણની પી.પી.જી. એક્સપેરીમેન્ટલ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને રફનોટમાં લખવાં બાબતે શાળામાં ફરજ બજાવતા શિક્ષકે લાફો મારતા તેના કાનના પડદામાં કાણું પડી ગયાની ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થી રફ નોટમાં લખતો હોવાથી શિક્ષકે તેને કહેલ કે,તું રફનોટમાં શું કામ લખે છે જેથી વિદ્યાર્થીએ કહેલ કે, મારા પિતા ચોપડા આપશે એટલે નવા ચોપડામાં લેશન ફરીથી લખીશ.જોકે વિદ્યાર્થીએ આવું કહેતા જ શિક્ષકે ગુસ્સે થઇને વિદ્યાર્થીને ગાલ અને કાન પર થપ્પડ મારી હતી તેવો આક્ષેપ કરાયો છે.સાથે વાલી દ્વારા પોતાના બાળકને ન્યાય મળે અને અન્ય વિધાર્થીઓ સાથે આવી ઘટના ન બને તેવી માંગ કરી રહ્યા છે.
શિક્ષકનો બચાવ કરતા જોવા મળ્યા આચાર્ય
પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી
શિક્ષક દ્વારા વિદ્યાર્થીને મારમાર્યા ના આક્ષેપને પગલે હાલ તો વાલીના નિવેદન આધારે B, ડિવિઝન પોલીસે શિક્ષક પરેશ. ડી. ઠક્કર સામે ફરિયાદ નોંધી ઘટનાના જળમૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જોકે સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે. હાલમાં આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. આ ઉપરાંત શિક્ષક સામે અનેક સવાલો પણ ઉઠ્યા છે.