Porbandar: કૉસ્ટગાર્ડનું મધદરિયે દિલધડક રેસ્ક્યૂ, દરિયામાં 50 કિમી દુર ક્રૂ મેમ્બરને હેલિકૉપ્ટરની મદદથી કરાયો એરલિફ્ટ
પોરબંદરમાં કૉસ્ટગાર્ડનો દિલધકડ રેક્સ્યૂ કરતો વીડિયો હાલમાં સામે આવ્યો છે.
Porbandar: પોરબંદરમાં કૉસ્ટગાર્ડનો દિલધકડ રેક્સ્યૂ કરતો વીડિયો હાલમાં સામે આવ્યો છે. પોરબંદર કૉસ્ટગાર્ડે મધદરિયે ઇમર્જન્સી રેસ્ક્યૂ કર્યુ હતુ, આ રેસ્ક્યૂમાં કૉસ્ટગાર્ડ ક્રૂ મેમ્બરને બચાવી લીધો હતો, અને બાદમાં તેને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે દરિયાની વચ્ચે એટલે કે પોરબંદરથી મધદરિયે 50 કિમી દુર એમટી સેલિબીલટન કૉપલ હેન્ગલ જહાજમાંથી ક્રૂ મેમ્બરે મદદ માંગી હતી, આ ક્રૂ મેમ્બર કાર્ગો જહાજમાં અચાનક તબિયત લથડી પડતા તે ફસાઇ ગયો હતો અને મદદ માંગી હતી. આ પછી પોરબંદર કૉસ્ટગાર્ડે મધદરિયે જઇને જબરદસ્ત ઇમર્જન્સી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ, આ ક્રૂ મેમ્બરને કૉસ્ટગાર્ડ દ્વારા બાદમાં હેલિકૉપ્ટરની મદદથી એરલિફ્ટ કરીને સારવાર માટે સિવિલ હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પોરબંદરમાં વરસાદની પણ આગાહી...
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યાના 4 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ પોરબંદર ,જામનગર , કચ્છ અને દ્વારકામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા ,પાટણ , મહેસાણા , સાબરકાંઠા , સુરત , જૂનાગઢ , ગીર સોમનાથ અને દિવ માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરવલ્લી , અમદાવાદ , ગાંધીનગર , ખેડા , આણંદ , પંચમહાલ , વડોદરા , ભરૂચ , નવસારી , વલસાડ અને તાપી , સુરેન્દ્રનગર , રાજકોટ , અમરેલી અને મોરબીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ માટે માછીમારોને ભારે પવન અને દરિયો તોફાની રહેવાના કારણે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના ડૉ મનોરમા મોહંતીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે બે દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.