શોધખોળ કરો

Fake Toll booth નકલી ટોલબૂથની ઘટનામાં ચૌંકાવવારી હકીકતો આવી સામે, ભાજપના અગ્રણીઓની સંડોવણી

વાંકાનેરના નકલી ટોલ બૂથને લઇને અનેક ચૌકાવનાર તથ્યો સામે આવી રહ્યાં છે. વઘાસિયા ટોલનાકાને મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. આ ફેક ટોલ બૂથમાં રોજની એક લાખની આવક થતી હતી.

Fake Toll booth:વાંકાનેરના નકલી ટોલ બૂથને લઇને અનેક ચૌકાવનાર તથ્યો સામે આવી રહ્યાં છે.  વઘાસિયા ટોલનાકાને  મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં  5 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

વાંકનેર નજીક દોઢ વર્ષથી ધમધમતા આ ફેક ટોલ બૂથમાં દરરોજની 1 લાખની કમાણી થતી હોવાની સાથએ અન્ય પણ ચોંકાવનારા તથ્યો સામે આવ્યં છે. આ સમગ્ર કૌભાંડમાં વાંકાનેર તાલુકા ભાજપના અગ્રણીની સંડોવણી પણ  બહાર આવી છે. પોલીસ ફરિયાદમાં ધર્મેદ્રસિંહ ઝાલા ભાજપના અગ્રણી અને વઘાસિયા ગામના વર્તમાન સરપંચ ધર્મેદ્રસિંહ ઝાલા પણ આરોપી હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર કૌભાંડમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સ સામે  ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનામાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનિય છે કે અહીં  વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી ઘણા સમયથી બંધ હતી. પાંચમાંથી પૈકી આરોપી અમરશી પટેલે કુલ કલેકશન ના 70 ટકા રૂપિયા લેતો હતો. બાકી રૂપિયા 30 ટકામાં વનરાજસિંહ ઝાલા,હરવિજયસિંહ ઝાલા,ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા લેતા હતા.દરરોજના અંદાજીત 300 થી 400 ટ્રક નીકળતા હતા. એક વાહન પાસેથી 200 રૂપિયા વસુલ કરતા હતા. આ ફેક ટોલ બૂથમાં  ટેમ્પાના 100, મોટા ટ્રકના 200  અને ફોર વ્હીલના 50 લેવાતા હતા.જ્યારે કારચાલકો પાસેથી 50 રૂપિયાની વસૂલી કરતા હતા.આ ફેક ટોલ બૂથમાં દરરોજની અંદાજીત એક લાખની આવક થતી હતી.   

શું છે સમગ્ર મામલો

મોરબીના વાંકાનેર નજીક ખૂબ જ ચૌંકાવી દેતી ઘટના સામે આવી છે, અહીં  નકલી ટોલનાકાનો પર્દાફાશ થતાં  ઉઘાડી લૂંટની ઘટનાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે.મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે  સીરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવીને જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી. દોઢ વર્ષથી ચાલતું આ સમગ્ર ગોરખધંધો ત્યારે ઉજાગર થયું જ્યારે   આ મુદ્દે એક વીડિયો વાયરલ થયો.  આપને જણાવી દઇએ કે, છેલ્લા દોઢ વર્ષથી ધમધમતા   આ નકલી ટોલ નાકામાં ટેમ્પાના 100, મોટા ટ્રકના 200  અને ફોર વ્હીલના 50 લેવાતા હતા. રવિ નામનો કોઈ શખ્સ આ  ટોલનાકું ચલાવતો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. દોઢ વર્ષથી ચાલતા આ ફર્જીવાડાને લઇને અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. આ નકલી ટોલનાકા માટે કોને તેને પરવાનો આપ્યો. આ મુદ્દે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ  મૌન ધારણ કર્યું છે. હાઈવે ઓથોરિટી, જિલ્લા અને પોલીસ પ્રશાસનના આંખ આડા કાન કરીને ચાલતા આ ટોલનાકાને લઇને તંત્ર અને સિસ્ટમ પર સવાલ થવા સ્વાભાવિક છે.                                                 

ઉલ્લેખનિય છે કે, બામણબોર થી વાંકાનેર થઈને મોરબી અને કચ્છ તરફ દરરોજ હજારો વાહન પસાર થાય છે. આ ટોલનાકાને લઇને અનેક ચોકાનારી હકીકતો સામે આવી છે. આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ અનેક મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવાળાને અરજીઓ આપી હોવાનું પણ સામે આવ્યું છે. અસલી ટોલનાકા કરતા અહી નકલી ટોલનાકમાં 50 ટકા ડિસ્કાઉન્ટ પણ અપાતું હોવાનું સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી ભાડે રાખી અને ત્યાંથી આ વાહનો પસાર કરતા હતા.વ્હાઇટ હાઉસ ફેક્ટરી ના માલિક અમરસિંહ હોવાની હકીકત સામે આવી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
Advertisement

વિડિઓઝ

Ahmedabad news : મેઘરાજાએ વિરામ લેતા અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા પર આંશિક કાબુ.
Vadodara News : અમૃત ભારત યોજના અંતર્ગત વિકિસત થતા રેલવે સ્ટેશનો પર અસુવિધાની ભરમાર હોવાનો આરોપ
Devayat Khavad news: લોકકલાકાર દેવાયત ખવડ પર લાગેલા આરોપને લઇ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસો
MLA AMIT Shah: અમદાવાદમાં MLA અમિત શાહના લેટર બોમ્બ બાદ કાર્યવાહી શરૂ
Ahmedabad news : AMC-પુરાતત્વ વિભાગની ખો આપવાની  નીતિમાં દુર્ઘટનાને આમંત્રણ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
પહેલી નોકરીવાળા માટે કઈ કાર રહેશે બેસ્ટ?  Tata Tiago કે Maruti Celerio
પહેલી નોકરીવાળા માટે કઈ કાર રહેશે બેસ્ટ? Tata Tiago કે Maruti Celerio
Embed widget