Tapi: 181 મહિલા હેલ્પ લાઈનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીનું મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ
મૃતક મહિલા એએસઆઇ ડાયાબિટીસ અને પેટ ના દુખાવાથી પીડિત હતા. મહિલા પોલીસના મોતથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Tapi News: તાપી જિલ્લા 181 મહિલા હેલ્પ લાઈનમાં (181 women help line) ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીનું (women police) મોત થયું છે. વ્યારા સ્થિત પોલીસ લાઇનમાં રેહતા જયશ્રીબેન પટેલ પોતાના ઘરની બેઠક રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. વ્યારા પોલીસે અગમ્ય કારણોસર મોત નિપજ્યું હોવાની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલા એએસઆઇ (ASI) ડાયાબિટીસ (diabetics) અને પેટ ના દુખાવાથી પીડિત હતા. મહિલા પોલીસના મોતથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
થોડા દિવસ પહેલા પાટણના સમી-રાધનપુર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનામાં અન્ય 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તો આ અકસ્માતમાં મહિલા પોલીસકર્મી રેખાબેન અને તેમનાં પતિનું મોત થયું હતું. તો 1 બાળકનું પણ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બીજી કારમાં સવાર 9 લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તાપી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને અકસ્માત નડ્યો હતો. વ્યારા-માંડવી રોડ પર રામપુરા નજીક બોલેરો અડફેટે બાઈક સવાર પોલીસ કર્મચારી સતીષભાઈ ચૌધરીને અકસ્માત નડ્યો હતો. તેમને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.