Himachal Elections: હિમાચલ પ્રદેશમાં લાગ્યો AAPને ઝટકો, રાજ્યના સહ-પ્રભારી કુલવંત સિંહ ભાઠ ભાજપમાં સામેલ થયા
કુલવંત સિંહે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન પર પણ નિશાન સાધ્યું હતું
હિમાચલ પ્રદેશ આમ આદમી પાર્ટીના રાજ્યના સહ પ્રભારી અને દિલ્હી SGPC સભ્ય કુલવંત સિંહ ભાઠ આજે શિમલા પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપમાં જોડાયા હતા. કુલવંત ભાજપના પ્રભારી અવિનાશ રાય ખન્ના અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુરેશ કશ્યપની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
કુલવંત મૂળ નૈના દેવી માઝારી ગામના રહેવાસી છે. કુલવંતે કહ્યું કે આમ આદમી પાર્ટીની કથની અને કરતૂત વચ્ચેનો તફાવત જોઈને તેઓ ભાજપમાં જોડાયા છે. કુલવંતે કહ્યું કે ભાજપ જે કહે છે તે કરે છે. દિલ્હી અને પંજાબનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે બંને રાજ્યોમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે.
કુલવંત સિંહે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન પર પણ નિશાન સાધ્યું હતું. માન પર નિશાન સાધતા કહ્યું કે તેઓ પોતાની લોકપ્રિયતા માટે કંઈ પણ કરવા તૈયાર છે. તેમના બે મંત્રીઓ પહેલાથી જ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
Gujarat Election 2022: કોંગ્રેસ ગુજરાત ચૂંટણીને લઈ આ તારીખે જાહેર કરશે ઉમેદવારો, જાણો વિગત
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા 4 તારીખે ઉમેદવારો જાહેર કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આપેલી માહિતી પ્રમાણે, ઉમેદવારોને આખરી ઓપ આપવા માટે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 4 નવેમ્બરે દિલ્હીમાં AICC મુખ્યાલય ખાતે યોજાશે. જે બાદ ઉમેદવારો જાહેર કરવામાં આવશે. તેથી આ તારીખે જ ઉમેદવારો જાહેર થઈ શકે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થશે તારીખ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો આવતી કાલે જાહેર થઈ શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણી પંચ આવતી કાલે એટલે કે ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ વર્ષ 2017ની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરે થઈ શકે છે.