![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Anant Radhika Engagement Live: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની થઇ સગાઇ, જશ્નમાં ડુબ્યો મુકેશ અંબાણીનો પરિવાર
બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના દીકરા અનંત અંબાણીએ (Anant Ambani) આજે પોતાની લૉન્ગ ટર્મ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સગાઇ કરી લીધી છે.
LIVE
![Anant Radhika Engagement Live: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની થઇ સગાઇ, જશ્નમાં ડુબ્યો મુકેશ અંબાણીનો પરિવાર Anant Radhika Engagement Live: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની થઇ સગાઇ, જશ્નમાં ડુબ્યો મુકેશ અંબાણીનો પરિવાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/19/bc27513d3f3be7dca62d52cc50f8af0e167413462493377_original.jpg)
Background
Anant Ambani Radhika Merchant Engagement Live: બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના દીકરા અનંત અંબાણીએ (Anant Ambani) આજે પોતાની લૉન્ગ ટર્મ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સગાઇ કરી લીધી છે.
અનિલ અંબાણી અને ટીના અંબાણી પણ પહોંચ્યા
અનંતના કાકા અને બિઝનેસમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીએ સગાઇ દરમિયાન પોતાની હાજરી આપી, આ દરમિયાન બન્ને પારંપરિક ડ્રેસમાં જ દેખાયા.
બૉલીવુડ સ્ટાર્સ પણ પહોંચ્યા અંબાણીના ઘરે
અનંત અને રાધિકાની સાગઇ સમારોહમાં બૉલીવુડમાં મોટાભાગના સ્ટાર્સ પહોંચી ચૂક્યા છે, અને કેટલાક આવી રહ્યા છે. તેમની તસવીરો પણ સામે આવી છે. એક્ટર મિજાન જાફરી અને કિરણ રાવે પણ હાજરી આપી છે.
સચીન તેંદુલકર અને અંજલિ પણ પહોંચી
ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટ સચીન તેંદુલકર અને તેની પત્ની અંજલી તેંદુલકર પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇમાં પારંપરિક ડ્રેસ પહેરીને પહોંચ્યા છે.
જશ્નમાં ડુબ્યો મુકેશ અંબાણી પરિવાર
સગાઇ ઇવેન્ટની તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સાથે તેની દીકરી ઇશા અંબાણી અને જમાઇ આનંદ પીરામલ પણ દેખાઇ રહ્યાં છે. સાથે જ મોટા દીકરો આકાશ અંબાણી અને વહુ શ્લોકા પણ હંસતી કેમેરામાં કેદ થઇ છે.
પ્રી વેડિંગ ફન્કશન શરૂ
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટની સાથે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કપલ જલદી જ એક ગ્રાન્ડ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાશે. હાલમાં અંબાણી અને મર્ચન્ટ ફેમિલીમાં પ્રી વેડિંગ ફન્કશન શરૂ થઇ ચૂક્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)