Assembly Elections Voting Live: બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં 12 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ ?
Assembly Elections Voting Updates : પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં મતદાન શરૂ થઈ ગયું છે. સવારથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન મથકો પર જોવા મળી રહ્યા છે. ચૂંટણી માટે આ રાજ્યોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરેક મતદાન મથક પર સેનાના જવાનો તૈનાત છે.
LIVE
Background
Assembly Election Phase 3 Voting Live: પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. બંગાળમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં આજે ત્રણ જિલ્લાની 31 બેઠકો પર મતદાન થશે. આસામમાં ત્રીજા તબક્કાના બાકીના 11 જિલ્લાઓની 40 બેઠકો માટે મતદાન યોજાશે. આ ઉપરાંત તામિલનાડુની 234 બેઠકો, કેરળની 140 બેઠકો અને પુડુચેરીની 30 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે.
કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કર્યું વોટિંગ
12 વાગ્યા સુધી મતદાનના આંકડા
ચૂંટણી પંચના જાણાવ્યા મુજબ વિધાનસભા ચૂંટણીમાં બપોરે 12 વાગ્યા સુધીમાં આસામમા 33.18 ટકા, કેરળમા 31.62 ટકા, પુડ્ડુચેરીમાં 35.71 ટકા, તમિલનાડુમાં 22.92 ટકા અને પશ્ચિમ બંગાળમાં 34.17 ટકા વોટિંગ થયું છે
કોંગ્રેસના સાંસદ એકે એન્ટોનીએ કેરળ વિધાનસભા ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો
10 વાગ્યા સુધીમાં કયા રાજયમાં કેટલું વોટિંગ થયું
ચૂંટણી પંચના જાણાવ્યા મુજબ વિધાનસભા ચૂંટણીમાં સવારે 10 વાગ્યા સુધીમાં આસામમા 12.83 ટકા, કેરળમા 15.33 ટકા, પુડ્ડુચેરીમાં 15.63 ટકા, તમિલનાડુમાં 7.36 ટકા અને પશ્ચિમ બંગાળમાં 14.62 ટકો વોટિંગ થયું છે.