એક-એક કરીને ચારેય બાળકીઓને માતાએ તળાવમાં ફેંકી દીધી,ત્રણેય બાળકીનાં મોત, એક હોસ્પિટલમાં જિંદગી માટે લડી રહી છે જંગ
પતિ ગુજરાતમાં રહે છે. બકરી ઇદમાં પિયરથી પરત ફર્યાં બાદ શુક્રવારે રાત્રે માતાએ આ ઘટનાને અંજામ આપ્યો. ઘટના બાદ મહિલા ફરાર છે.
બિહાર: પતિ ગુજરાતમાં રહે છે. બકરી ઇદમાં પિયરથી પરત ફર્યાં બાદ શુક્રવારે રાત્રે માતાએ આ ઘટનાને અંજામ આપ્યો. ઘટના બાદ મહિલા ફરાર છે.
ગોપાલગંજથી હૃદય હચમચાવી દેતી ઘટના સામે આવી છે. એક નિદર્યી માતાએ તેમની ચાર દીકરીઓને એક બાદ એક તળાવમાં ફેંકી દીધી. પિયરથી આવ્યાં બાદ શુક્રવારે મધરાત્રે મહિલાએ આવી કરૂણ ઘટનાને અંજામ આપ્યો. ત્રણ દીકરીઓના મૃતદેહ મળી ગયા છે જ્યારે એક બાળકીનો યૂપીના પડરૌનામાં ઇલાજ ચાલી રહ્યો છે. ઘટના કટેના પોલીસ સ્ટેશનના કોલરહી ગામની છે.
મૃતક બાળકીમાં અસલમ મિયાંની પુત્રી તૈયબા ખાતૂન (2 વર્ષ) મૌસેબા ખાતૂન (3 વર્ષ) ગુલાબસા ખાતૂન (7 વર્ષ) અને ઇલારઝત આફરીન (4 વર્ષ) છે. ઘટનાની જાણકારી બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસ હાલ ફરાર માની શોધ કરી રહી છે. પોલીસે બાળકીઓના નાનાને પોલીસ કસ્ટડીમાં લઇને પૂછપરછ શરૂ કરી છે.
શુક્રવારની રાત્રે બાળકીઓને લઇને ઘરેથી નીકળી હતી
આરોપી મહિલા બકરી ઇદના અવસરે તેમના પિયર યૂપીમાં ગઇ હતી.શુક્રવાર સાંજે સાસરે પરત ફરી હતી. સાંજે 8 વાગ્યે બધી જ બાળકીઓને લઇને તે તળાવ જવા નીકળી હતી. તળાવ કિનારે પહોંચીને તેમણે ચારેય બાળકીઓને તળાવમાં ફેંકી દીધી હતી.
સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક ગ્રામીણની મદદથી બે બાળકીઓના મૃતદેહને તળાવથી બહાર કાઢવામાં આવ્યાં હતા. જ્યારે મોડી રાત્રે અન્ય એક બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. ચારેય બાળકીમાંથી હજું એક બાળકી બેભાન અવસ્થામાં મળી હતી જેનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.
બિહારના ગોપાલગંજના એક ગામમાં આ ભંયકર ઘટના બની હતી. જેમાં સગી માતા કુમાતા બનતા તેમણે તેમની માસૂમ દીકરીઓને મોતના ઘાટ ઉતારી દીધી જ્યારે ચારેય બાળકીઓમાંથી એક બાળકી હજું પણ જિંદગી માટે હોસ્પિટલમાં જંગ લડી રહી છે. મહિલાએ ક્યાં કારણે આવું ભંયકર પગલું ભર્યું તે મામલે તપાસ ચાલું છે.