Breaking News Live: ચૂંટણી પહેલા પીએમ મોદી નાગાલેંડ - મેઘાલય પ્રવાસે, વિપક્ષ પર સાધ્યું નિશાન
આ સાથે જ સ્પેનના વડાપ્રધાન પેડ્રો કિવ પહોંચી ગયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળશે. આ દરમિયાન, તે બુચા અને ઇરપીનની વિનાશની સમીક્ષા કરશે.
LIVE

Background
મેઘાલય ટૂંક સમયમાં જી-20 બેઠકનું આયોજન કરશેઃ પીએમ મોદી
મેઘાલયના તુરામાં ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું, મેઘાલય ટૂંક સમયમાં જી-20 બેઠકનું આયોજન કરશે. ઘણા વિકસિત દેશોના લોકો મેઘાલયની મુલાકાત લેશે જે રાજ્યની છબીને પ્રોત્સાહન આપશે.
કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ સક્રિય રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત કરી
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા BS યેદિયુરપ્પાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે શુક્રવારે (24 ફેબ્રુઆરી) વિધાનસભામાં તેમનું છેલ્લું ભાષણ આપ્યું હતું. યેદિયુરપ્પાએ કહ્યું, "મેં સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે, પરંતુ ભાજપને જીત અપાવવા માટે મારા છેલ્લા શ્વાસ સુધી કામ કરીશ. મારો એકમાત્ર ઉદ્દેશ્ય ભાજપને ફરીથી સત્તામાં લાવવાનો છે અને મને ખાતરી છે કે તે થશે." જણાવી દઈએ કે આજે કર્ણાટક વિધાનસભાના બજેટ સત્રનો છેલ્લો દિવસ હતો.
પવન ખેરાએ બિનશરતી માફી માંગી! આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો છે
હાઈ-વોલ્ટેજ ડ્રામા પછી, કોંગ્રેસના નેતા પવન ખેરાની આગલા દિવસે (23 ફેબ્રુઆરી) દિલ્હી એરપોર્ટ પરથી આસામ પોલીસે ધરપકડ કરી હતી. જો કે પવન ખેડાને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા હતા. હવે આ મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો છે કે ખેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા પર તેમની કથિત ટિપ્પણી માટે 'બિનશરતી માફી' માંગી છે.
ગુજરાત બજેટઃ 10 લાખની કરાઈ આયુષ્માન કાર્ડની મર્યાદા
નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાત બજેટ રજૂ કરી રહ્યા છે. આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતાં 57035 કરોડનો વધારો આ બજેટમાં કરાયો છે. ગુજરાત ચૂંટણી વખતે ઢંઢેરામાં કરવામાં આવેલી જાહેરાત મુજબ આયુષ્માન કાર્ડની મર્યાદા 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આયુષ્માન હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના માટે 270 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત સરકારનું વર્ષ 2023-24 માટે ત્રણ લાખ એક હજાર કરોડ રૂપિયાનું બજેટ, શિક્ષણ વિભાગ માટે 43 હજાર 651 કરોડની જોગવાઇ
ગુજરાત સરકારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 2538 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. તે સિવાય શિક્ષણ વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6 હજાર 64 કરોડની જોગવાઇ, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ માટે કુલ 2165 કરોડની જોગવાઇ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10 હજાર 743 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
