Population Control Law: શું વસ્તી વધારાને રોકવા કાયદો બનાવવા વિચારી રહી છે સરકાર?, સંસદમાં સરકારે આપ્યો આ જવાબ
સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં વસ્તીની સંખ્યામાં ભારત ચીનને આવતા વર્ષે પાછળ છોડી દેશે એવું અનુમાન લગાયાવું છે. આ અહેવાલ બાદ દેશમાં વસ્તી વધારાને રોકવા માટે ફરીથી ચર્ચા શરુ થઈ ગઈ છે.
Population Control Law Update: સંયુક્ત રાષ્ટ્રના (United Nation) એક અહેવાલમાં વસ્તીની સંખ્યામાં ભારત ચીનને આવતા વર્ષે પાછળ છોડી દેશે એવું અનુમાન લગાયાવું છે. આ અહેવાલ બાદ દેશમાં વસ્તી વધારાને રોકવા માટે ફરીથી ચર્ચા શરુ થઈ ગઈ છે. જે બાદ એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર વસ્તી વધારાને રોકવા માટે કોઈ કાયદો લાવી શકે છે.
આજે કેન્દ્ર સરકારે (Central Government) સ્પષ્ટ કર્યું છે કે, જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો લાવવા અંગે કોઈ વિચારણા નથી કરાઈ. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ભારતી પ્રવિણ પવારે (Minister of State for Health and Family Welfare Bharti Praveen Pawar) રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારના આ વિષય પરના વિચાર અંગે જાણકારી આપી હતી.
જનસંખ્યા નિયંત્રણ કાયદો ના લાવવા અંગે આ છે કારણઃ
રાજ્ય મંત્રી ભારતી પ્રવિણ પવારે કહ્યું કે, સરકાર રાષ્ટ્રીય પરીવાર નિયોજન કાર્યક્રમને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે જે રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ (2000) અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિના (2017) સિદ્ધાંતો દ્વારા નિર્દેશિત છે. આ નીતિથી 2045 સુધીમાં વસ્તીની સંખ્યાને સ્થિર કરવાના લક્ષ્ય સાથે પરીવાર નિયોજનની રહી ગયેલી આવશ્યકતાને પુરી કરવામાં આવશે.
ભારતી પ્રવિણ પવારે વધુમાં કહ્યું કે, વસ્તી વૃદ્ધિને ચકાસવાના સરકારના પ્રયાસો સફળ રહ્યા છે અને તેના કારણે 2019-21 માટે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5)માં કુલ પ્રજનન દર (TFR) ઘટીને 2.0 પર આવી ગયો છે જે રિપ્લેસમેન્ટ લેવલ છે. તેમણે કહ્યું કે, 36 માંથી 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રિપ્લેસમેન્ટ લેવલની પ્રજનન ક્ષમતા મેળવી લીધી છે.
આ પણ વાંચોઃ
કોરોના બાદ હવે નવા વાયરસનો એટેક! શું Marburg COVID-19 જેટલો ઘાતક સાબિત થશે?