WPL 2025 Final: મુંબઇ કે દિલ્હી ફાઇનલમાં કોનું પલડું છે ભારે ? આંકડામાં સમજો આખુ ગણિત
MI Vs DC Stats & Records: મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ 7 વખત એકબીજા સામે આવી ચૂક્યા છે. જેમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વખત હરાવ્યું છે

MI Vs DC Stats & Records: શું હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત ચેમ્પિયન બનશે? શું દિલ્હી કેપિટલ્સ તેમનું પહેલું મહિલા પ્રીમિયર લીગ ટાઇટલ જીતવામાં સફળ થશે? જોકે, આજે ફાઇનલ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. પણ આ બંનેમાંથી કઈ ટીમનો હાથ ઉપર છે? શું મુંબઈ ઈન્ડિયન્સ લીગ મેચોમાં દિલ્હી કેપિટલ્સ સામેની પોતાની 2 હારનો બદલો લઈ શકશે? આ પહેલા, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ગ્રુપ સ્ટેજમાં બે વાર આમને-સામને થયા હતા. બંને વખત મેગ લેનિંગની દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું.
બન્ને ટીમોના હેડ ટૂ હેડ રેકોર્ડ શું છે ?
અત્યાર સુધીમાં, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ 7 વખત એકબીજા સામે આવી ચૂક્યા છે. જેમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વખત હરાવ્યું છે. વળી, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 3 વખત હરાવ્યું છે. આ રીતે, મુંબઈ ઈન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સનો હાથ ઉપર છે, પરંતુ ફાઇનલમાં કઈ ટીમનો હાથ ઉપર છે? વાસ્તવમાં, મહિલા પ્રીમિયર લીગની પહેલી સીઝનની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો ટકરાઈ હતી. ત્યારે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું.
સતત ત્રીજી સિઝન ફાઇનલમાં પહોંચી દિલ્હી કેપિટલ્સ -
મેગ લેનિંગની આગેવાની હેઠળ દિલ્હી કેપિટલ્સ સતત ત્રીજી વખત મહિલા પ્રીમિયરની ફાઇનલમાં પહોંચી છે. પણ હજુ પણ પહેલા ટાઇટલની રાહ જોવાઈ રહી છે. ખરેખર, પહેલી સીઝનની ફાઇનલમાં, મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. આ પછી, બીજી સીઝનની ફાઇનલમાં, દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થયો. તે મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. આ રીતે, દિલ્હી કેપિટલ્સને બંને વખત ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ આજે એ જોવાનું રસપ્રદ રહેશે કે દિલ્હી કેપિટલ્સ પહેલીવાર ચેમ્પિયન બની શકશે કે નહીં?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
