શોધખોળ કરો

Chandrayaan 3: ઇસરોએ ચંદ્રયાન-3ના પ્રક્ષેપણની ડેટ બદલી, 13 જુલાઇના બદલે આ તારીખે કરાશે લૉન્ચ, જાણો

ભારતની મહત્વકાંક્ષી અભિયાન ચંદ્રયાન 3ને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે

Chandrayaan 3 Launch: ભારતની મહત્વકાંક્ષી અભિયાન ચંદ્રયાન 3ને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ચંદ્રયાન-3ની પ્રક્ષેપણની તારીખ બદલીને 14 જુલાઈ કરી છે. અગાઉ ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ 13 જુલાઈએ થવાનું હતું, પરંતુ હવે આ લૉન્ચ ડેટમાં ફેરફાર કરવામાં આવી છે, આને હવે બદલીને 14 જુલાઈ કરવામાં આવી છે, ઈસરોએ પોતાના ઓફિશિયલ ટ્વીટર પર આની જાહેરાત કરી છે. ચંદ્રયાન-3 એ ચંદ્રયાન-2નું અનુગામી મિશન છે, આને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 14 જુલાઈના રોજ બપોરે 2:35 વાગે લૉન્ચ કરવામાં આવશે.

-

આ વખતે ઘણા સુધારા કરવામાં આવ્યા છે

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વખતે ઈસરોએ મિશનની સફળતાની ખાતરી આપવા માટે ઘણા સુધારા કર્યા છે. ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3 પણ એક લેન્ડર રોવર મોકલવામાં આવશે. પરંતુ તે ઓર્બિટર મોકલશે નહીં. લેન્ડર અને રોવરને પ્રોપલ્શન મોડ્યુલ દ્વારા મોકલવામાં આવશે. મિશનના હેબિટેબલ પ્લેનેટ અર્થ (SHAPE) પેલોડની સ્પેક્ટ્રો-પોલરીમેટ્રી પણ મહત્વપૂર્ણ હશે કારણ કે સાધન ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીના વર્ણપટ અને ધ્રુવીય રીડિંગ્સનું વિશ્લેષણ કરશે. આનાથી આપણા વૈજ્ઞાનિકોને આપણા ગ્રહ વિશે મહત્વપૂર્ણ માહિતી મળશે.

શું છે ચંદ્રયાન-3 ?

ISRO ચંદ્રયાન મિશન હેઠળ ચંદ્રનો અભ્યાસ કરવા માંગે છે. ભારતે 2008માં પ્રથમ વખત ચંદ્રયાન-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ત્યાર બાદ ભારત 2019માં ચંદ્રયાન-2ના પ્રક્ષેપણમાં નિષ્ફળ રહ્યું હતું. હવે ભારત ચંદ્રયાન-3 લોન્ચ કરીને ઈતિહાસ રચવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3ના ત્રણ ભાગ - પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવર તૈયાર કરવામાં આવ્યા છે. જેને ટેક્નિકલ ભાષામાં મોડ્યુલ કહેવામાં આવે છે.

ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર ઉતરશે

ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે. આ મિશનને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે તેમાં ઘણા વધારાના સેન્સર ઉમેરવામાં આવ્યા છે. તેની ઝડપ માપવા માટે તેમાં 'લેઝર ડોપ્લર વેલોસિમીટર' સિસ્ટમ લગાવવામાં આવી છે.

તમામ ટેસ્ટિંગમાં થયું પાસ

CE-20 ક્રાયોજેનિક એન્જિન, જે ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ વાહનના ક્રાયોજેનિક ઉપલા તબક્કાને વેગ આપે છે, તે ઉડાન તાપમાન પરીક્ષણમાં પણ સફળ રહ્યું હતું. આ પહેલા, લેન્ડરનું પરીક્ષણ EMI/EMC પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રશિયામાં ભૂકંપ બાદ આ 12 દેશો પર મંડરાઈ રહ્યો છે સુનામીનો ખતરો ? અહીં જુઓ યાદી 
રશિયામાં ભૂકંપ બાદ આ 12 દેશો પર મંડરાઈ રહ્યો છે સુનામીનો ખતરો ? અહીં જુઓ યાદી 
પાંચમી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઓવલ ટેસ્ટમાથી બહાર થયો બેન સ્ટોક્સ
પાંચમી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઓવલ ટેસ્ટમાથી બહાર થયો બેન સ્ટોક્સ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડશે
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડશે
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદને લઈ એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદને લઈ એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
Advertisement

વિડિઓઝ

Bhupendra Patel Order : લોકોને પીવાનું પાણી રોજ મળવું જ જોઇએ, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
Gujarat Rain Forecast : આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં પણ વરસાદની આગાહી
Porbandar News: પોરબંદર શહેર અને ગ્રામ્યમાં શ્વાનનો આતંક
Japan Tsunami : જાપાનના તટ સાથે ટકરાઈ સુનામીની લહેર, મોજાની ઉંચાઈ 3 મીટર સુધી પહોંચવાની આશંકા
Bhavnagar News : ભાવનગરમાં ભળેલા ગામડાઓની હાલત કફોડી, ચોમાસામાં છવાય છે કાદવનું સામ્રાજ્ય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં ભૂકંપ બાદ આ 12 દેશો પર મંડરાઈ રહ્યો છે સુનામીનો ખતરો ? અહીં જુઓ યાદી 
રશિયામાં ભૂકંપ બાદ આ 12 દેશો પર મંડરાઈ રહ્યો છે સુનામીનો ખતરો ? અહીં જુઓ યાદી 
પાંચમી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઓવલ ટેસ્ટમાથી બહાર થયો બેન સ્ટોક્સ
પાંચમી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઓવલ ટેસ્ટમાથી બહાર થયો બેન સ્ટોક્સ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડશે
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડશે
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદને લઈ એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદને લઈ એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
અનિચ્છનીય ગર્ભાવસ્થા અટકાવવા  કેટલીવાર ખાઈ શકાય છે ગર્ભનિરોધક ગોળીઓ, ક્યારે પડવા લાગે છે શરીર પર અસર?
અનિચ્છનીય ગર્ભાવસ્થા અટકાવવા કેટલીવાર ખાઈ શકાય છે ગર્ભનિરોધક ગોળીઓ, ક્યારે પડવા લાગે છે શરીર પર અસર?
રવિન્દ્ર જાડેજા બન્યો નંબર-1 ઓલરાઉન્ડર, માન્ચેસ્ટરમાં સદી ફટકારવાનું મળ્યું ઈનામ; જાણો લેટેસ્ટ રેન્કિંગ
રવિન્દ્ર જાડેજા બન્યો નંબર-1 ઓલરાઉન્ડર, માન્ચેસ્ટરમાં સદી ફટકારવાનું મળ્યું ઈનામ; જાણો લેટેસ્ટ રેન્કિંગ
Maruti Fronx ખરીદવા  કેટલો હોવો જોઈએ પગાર? જાણો ઓન-રોડ કિંમત અને EMI ની વિગતો
Maruti Fronx ખરીદવા કેટલો હોવો જોઈએ પગાર? જાણો ઓન-રોડ કિંમત અને EMI ની વિગતો
Gujarat Rain: આગામી સાત દિવસ ભારે વરસાદ પડવાની હવામાનની આગાહી, ત્રણ સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: આગામી સાત દિવસ ભારે વરસાદ પડવાની હવામાનની આગાહી, ત્રણ સિસ્ટમ થઇ સક્રિય
Embed widget