શોધખોળ કરો
તિહાડ જેલમાં બંધ પી ચિદમ્બરમની તબિયત બગડી, જાણો વિગતે
ચિદમ્બરમે થોડા સમય પહેલા કોર્ટમાં ઘરેથી જમવાનું મંગાવવાની મંજૂરી માંગી હતી. જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો.

નવી દિલ્હીઃ તિહાડ જેલમાં બંધ કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ AIIMSમાં ચેક અપ માટે લઇ જવામાં આવ્યા છે. જોકે હજુ સુધી તેમને એડમિટ કરવામાં આવ્યા હોવાના અહેવાલ નથી. આઈએનએક્સ મીડિયા કેસમાં તે આરોપી છે.
ચિદમ્બરમે થોડા સમય પહેલા કોર્ટમાં ઘરેથી જમવાનું મંગાવવાની મંજૂરી માંગી હતી. જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો. ચિદમ્બરમે કહ્યું કે, જેલનું ખાવાથી મારું વજન ઘટી રહ્યું છે અને તેથી મને ઘરનું ભોજન જમવાની મંજૂરી આપવી જોઈએ. જોકે કોર્ટે તેમને દિવસમાં એક જ વાર ઘરે બનાવેલું ભોજન જમવાની મંજૂરી આપી છે.
આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની સીબીઆઈએ 21 ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી. થોડા દિવસો સુધી રિમાંડ પર રાખ્યા બાદ ચિદમ્બરમને કસ્ટડીમાં લઈ તિહાડ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. કોર્ટે 17 ઓક્ટોબર સુધી તેમને કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે લીધી પ્રતિજ્ઞા, દયા નહીં આવે તો હું....... હિટમેન રોહિત શર્માનો ધમાકો, ધનાધન છગ્ગા ફટકારીને તોડ્યો 25 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગતે સુરતમાં મોદીના માસ્ક પહેરીને યુવાઓ ગરબા રમ્યા, જુઓ વીડિયોDelhi: Congress leader P Chidambaram is being taken back to Tihar jail following a medical check up at All India Institute of Medical Sciences (AIIMS) after he complained of stomach ache. https://t.co/rJnknZzgdb
— ANI (@ANI) October 5, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement