શોધખોળ કરો
કોરોના ઈફેક્ટ! તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં જ મોંઘવારી 8 માસની ટોચે, સપ્ટેમ્બરમાં ફુગાવો 7.34% પર પહોંચ્યો
શાકભાજીની સાથે હવે કઠોળના ભાવ વધતા મોંઘવારી જાન્યુઆરી, 2020 બાદ એટલે કે 8 માસની ટોચે પહોંચતા સરકાર અને આરબીઆઈની ચિંતા વધી છે.

પ્રતિકાત્મક તસવીર
અમદાવાદઃ ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી થતા ફુગાવો 8 મહિનાના ટોચે પહોંચ્યો છે. ખાદ્ય વસ્તુઓના ઉંચા ભાવને પગલે સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો વધીને 7.34 ટકા રહ્યો છે. ફુગાવા અને ઔદ્યોગિક ઉત્પાદનના સરકારે રજૂ કરેલા આ આંકડા ચિંતાજનક છે. કારણ કે ઓગસ્ટમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો 6.69 ટકા રહ્યો છે. જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં 3.99 ટકા હતો.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો 10.68 ટકા રહ્યો છે. જે ઓગસ્ટ મહિનામાં 9.05 ટકા હતો તેમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
શાકભાજીની સાથે હવે કઠોળના ભાવ વધતા મોંઘવારી જાન્યુઆરી, 2020 બાદ એટલે કે 8 માસની ટોચે પહોંચતા સરકાર અને આરબીઆઈની ચિંતા વધી છે. સપ્ટેમ્બરમાં કોર ઈન્ફલેશન ઓગષ્ટના 5.8 ટકાથી થી ઘટીને 5.7 ટકાએ પહોંચ્યો છે. ગ્રામીણ વિસ્તારનો મોંઘવારી દર ઓગષ્ટના 6.6 ટકાની સામે 7.43 ટકા અને શહેરી મોંઘવારી દર 6.80 ટકાથી વધીને 7.26 ટકાએ પહોંચ્યો છે. સૌથી ખરાબ સ્થિતિ શાકભાજીના મોંઘવારીની હતી. વેજીટેબલ પ્રાઈસ ઈન્ડેકસ 20.73 ટકા અને ફ્યુલ-લાઈટ પ્રાઈસ ઈન્ફલેશન 2.78 ટકા થઈ છે. ખાદ્ય મોંઘવારી દર 10.68 ટકાએ રહ્યો છે,જે એક મહિના અગાઉ 9.05 ટકા જ હતો.
બીજી તરફ ઓગસ્ટ મહિનામાં મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને પાવર જનરેશન સેક્ટરમાં નબળા ઉત્પાદનને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે. અને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા અનુસાર મેન્યુફેકચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં 8.6 ટકા જ્યારે માઇનિંગ અને વીજળી સેક્ટરમાં અનુક્રમે 9.8 ટકા તથા 1.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જો કે કેંદ્રીય મંત્રાલયના મતે કોરોનાન રોકવા માટે મૂકવામાં આવેલા પ્રતિબંધો તબક્કાવાર હટાવવામાં આવતા ઓદ્યોગિક ઉત્પાદનમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
દુનિયા
Advertisement