Kerala Corona Cases: દેશમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે આ રાજ્યમાં દૈનિક કેસમાં આવ્યો મોટો ઉછાળો, લોકોમાં ફફડાટ
Kerala Covid Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. પરંતુ આ દરમિયાન કેરળમાં ગઈકાલ કરતાં આજે કેસની સંખ્યમાં ઉછાળો આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
Kerala Corona Cases: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર ફરી વળી હતી ત્યારે કેરળમાં રોજના 50 હજાર આસપાસ કેસ નોંધાતા હતા. પરંતુ હવે દેશમાં કેસ ઘટવાની સાથે કેરળમાં પણ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગઈકાલની સરખામણીમાં કેરળમાં આજે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5691 કેસ નોંધાયા છે અને 10 લોકોના મૃત્યુ થયા છે તથા 10,851 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 64,403 પર પહોંચ્યો છે, જ્યારે એક્ટિવ કેસ 53,597 છે. સોમવારે કેરળમાં 4069 કેસ અને 11 લોકોના મોત થયા હતા.
Kerala registers 5,691 new #COVID19 cases, 10 deaths, and 10,851 recoveries, today; 81 deaths which were not added due to lack of documentation & 39 deaths as per the new guidelines of central govt, have now been added.
Active cases stand at 53,597
Total deaths 64,403— ANI (@ANI) February 22, 2022
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ખતમ થવા તરફ આગળ વધી રહી છે. સતત ત્રીજા દિવસે કોરોનાના 20 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,405 નવા કેસ નોંધાયા છે અને 235 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસ 1,81,075 થયા છે.
- કુલ ડિસ્ચાર્જ - 4 કરોડ 21 લાખ 58 હજાર 150
- કુલ એક્ટિવ કેસ - 1 લાખ 81 હજાર 075
- કુલ મૃત્યુ - 5 લાખ 12 હજાર 344
- કુલ રસીકરણ - 175 કરોડ 83 લાખ 27 હજાર 441 ડોઝ આપવામાં આવ્યા હતા.