Corona: દિલ્હીમાં ફૂટ્યો કોરોના બૉમ્બ, પોલીસના પીઆરઓ સહિત 300 પોલીસકર્મીઓ આવ્યા કોરોનાની ઝપેટમાં
દિલ્હી પોલીસે બતાવ્યુ કે, પીઆરઓ અને એડિશનલ કમિશનર ચિન્મય બિસ્વાલ સહિત લગભગ 300 થી પણ વધુ પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
Corona New Cases In Delhi: રાજધાની દિલ્હીમાં કોરોના બેકાબૂ થઇ ગયો છે. ધીમે ધીમે કોરોના પોતાની ઝડપ પકડી રહ્યો છે. ઓમિક્રૉનના ખતરા વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દિલ્હી સરકાર દ્વારા લગાવવામાં આવેલા નાઇટ કર્ફ્યૂ અને વીકેન્ડ કર્ફ્યૂ બાદ પણ આની કોઇ ખાસ અસર દેખાઇ નથી રહી.
સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, દિલ્હી પોલીસે બતાવ્યુ કે, પીઆરઓ અને એડિશનલ કમિશનર ચિન્મય બિસ્વાલ સહિત લગભગ 300 થી પણ વધુ પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
એક દિવસ પહેલા, એટલે કે રવિવારે દિલ્હી સ્વાસ્થય વિભાગ તરફથી જાહેરાત કરાયેલા રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં 22 હજાર 751 નવા કેસો સામે આવ્યા છે. જે પછી કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 15 લાખ 49 હજાર 730 થઇ ગઇ છે. વળી, દિલ્હીમાં આ દરમિયાન કોરોના સંક્રમિતો 17 દર્દીઓના મોત થઇ ગયા છે. આની સાથે જ મોતનો આંકડો હવે 25 હજાર 160 સુધી પહોંચી ગયો છે.
Over 300 Delhi Police personnel, including the Public Relations Officer (PRO) & Additional Commissioner Chinmoy Biswal, test #COVID19 positive: Delhi Police pic.twitter.com/prWLsV7OyI
— ANI (@ANI) January 10, 2022
---
Corona New Cases: દેશમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં નવા 1 લાખ 79 થી વધુ કેસ, 146 લોકોના મોત
Corona New Cases Today: દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે.
કોરોનાના નવા કેસ બાદ હવે સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 23 હજાર 619 થઈ ગઈ છે. જો કે, અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 172 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે.