Satyendar Jain New Video: સત્યેન્દ્ર જૈનનો હવે ચોથો વીડિયો સામે આવતા વિવાદ વકર્યો
આજે રવિવારે તિહાડ જેલમાં કેદ આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈનનો એક નવો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનના સેલની સફાઈ કરવામાં આવી રહી છે.
![Satyendar Jain New Video: સત્યેન્દ્ર જૈનનો હવે ચોથો વીડિયો સામે આવતા વિવાદ વકર્યો Delhi AAP Minister Satyendar Jain New Video out, Sweepers Cleaning the Jail Room Satyendar Jain New Video: સત્યેન્દ્ર જૈનનો હવે ચોથો વીડિયો સામે આવતા વિવાદ વકર્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/8c960f55ac4240d0dfbdd36ef1241fca166952090115675_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Satyendar Jain New Video: દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના આરોપમાં તિહાર જેલમાં બંધ છે. તેમના જેલના એક પછી એક વીડિયો બહાર આવી રહ્યા છે જેને લઈને દેશભરમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. હવે આજે જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનના સેલની સાફસફાઈ થઈ રહી છે. આ અગાઉ સામે આવેલા જુદા જુદા 3 વીડિયોને લઈને હજી વિવાદ સમ્યો નથી.
આજે રવિવારે તિહાડ જેલમાં કેદ આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈનનો એક નવો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનના સેલની સફાઈ કરવામાં આવી રહી છે. સત્યેન્દ્ર જૈનની બેરેકની સફાઈની સાથે લોકો ત્યાં તેમના પલંગ પણ મૂકતા જોવા મળે છે. આ પહેલા સત્યેન્દ્ર જૈન તિહાર જેલના સસ્પેન્ડેડ સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર સાથે વાત કરતા જોવા મળ્યા હતા. તિહાર જેલમાંથી અત્યાર સુધીમાં સત્યેન્દ્ર કુમારના 4 વીડિયો સામે આવ્યા છે.
BREAKING | सत्येंद्र जैन का एक और वीडियो आया सामने
— ABP News (@ABPNews) November 27, 2022
- जेल रूम की सफाई करते दिखे लोगhttps://t.co/p8nVQWGCTx@vivekstake | @AshishSinghLIVE #Delhi #Breaking #SatyenderJain pic.twitter.com/u7Xa1ySM57
તિહાર જેલમાંથી બહાર આવેલા આ વીડિયોને લઈને વિરોધ પક્ષો દ્વારા AAP મંત્રી સત્યેન્દ્ર જૈન પર પ્રહારો વધુ તેજ બન્યા છે. આ અગાઉ સત્યેન્દ્ર જૈનના ત્રણ વીડિયો સામે આવ્યા છે. પહેલા વીડિયોમાં સત્યેન્દ્ર જૈન મસાજ કરવી રહ્યા હતા. જ્યારે બીજા વીડિયોમાં તેઓ ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સ ખાઈ રહ્યા હતા. તો ગઈ કાલે શનિવારે સત્યેન્દ્ર જૈનનો ત્રીજો વીડિયો સામે આવ્યો હતો. જેમાં સત્યેન્દ્ર જૈન તિહાર જેલના સસ્પેન્ડેડ સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર સાથે સેલમાં વાત કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અજીત કુમારને આ મહિનાની શરૂઆતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના પર સત્યેન્દ્ર જૈનને જેલમાં VIP સુવિધાઓ આપવાનો આરોપ લાગ્યો હતો.
આપના જેલ મંત્રીનો રાજાશાહી અવતાર : ભાજપ
જેલમાંથી સત્યેન્દ્ર જૈનના ત્રીજા વીડિયોને લઈને દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ ટ્વીટ કર્યું હતું કે, જેલ મંત્રીનો શાહી દરબાર યોજાઈ રહ્યો છે.. અને હવે જેલ સુપરિન્ટેન્ડેન્ટ હાજરી આપવા આવ્યા છે. કોઈ કમી ન રહેવી જોઈએ. રોયલ રહો. AAP સરકારે આ માટે તમામ વ્યવસ્થા કરી છે! તો દિલ્હી બીજેપી ઉપાધ્યક્ષ સુનીલ યાદવે AAP મંત્રી સત્યેન્દ્ર જૈનના નવા વીડિયો પર ટ્વીટ કર્યું હતું કે, કેજરીવાલનું દિલ્હી મોડલ! જેલ અધિક્ષક હવે તિહાર જેલમાં બંધ કેદીનો રિપોર્ટ પણ કરશે. ભ્રષ્ટ સત્યેન્દ્ર જૈન પોતાના જેલ મંત્રી પદનો ભરપુર દુરૂપયોગ કરી રહ્યાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)