Eye Flu: જો તમારી આંખમાં આ સમસ્યાઓ હોય તો થઈ જાઓ સાવધાન, આંખના ફ્લૂના લક્ષણો હોય શકે
આ દિવસોમાં દેશભરમાં આંખના ફ્લૂના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં આંખના ફ્લૂના કેસ જોવા મળે છે, તેમ છતાં આ વર્ષે આંખના ફ્લૂના કેસો પાછલા વર્ષો કરતાં વધુ નોંધાઈ રહ્યા છે.
![Eye Flu: જો તમારી આંખમાં આ સમસ્યાઓ હોય તો થઈ જાઓ સાવધાન, આંખના ફ્લૂના લક્ષણો હોય શકે eye flu symptoms 6 alarming signs of conjunctivitis or pink eye you should never ignore Eye Flu: જો તમારી આંખમાં આ સમસ્યાઓ હોય તો થઈ જાઓ સાવધાન, આંખના ફ્લૂના લક્ષણો હોય શકે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/dc48788375d4309802747f3fa78701601690475831653694_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Eye Flu: આ દિવસોમાં દેશભરમાં આંખના ફ્લૂના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં આંખના ફ્લૂના કેસ જોવા મળે છે, તેમ છતાં આ વર્ષે આંખના ફ્લૂના કેસો પાછલા વર્ષો કરતાં વધુ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિમાં નિષ્ણાતો અને ડોકટરો સતત લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.
આંખનો ફ્લૂ આંખના સફેદ ભાગ અને અંદરના ભાગમાં પાતળી અને પારદર્શક પરતમાં સોજાના કારણે ફ્લૂની સમસ્યા થાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તેના પરિણામો ગંભીર હોઈ શકે છે. આ સ્થિતિમાં, યોગ્ય સમયે તેના લક્ષણો અને ચિહ્નોને ઓળખવા અને તેની તાત્કાલિક સારવાર કરવી જરૂરી છે, જેથી વ્યક્તિ તેના ગંભીર પરિણામોથી પોતાને બચાવી શકે. તમે તેને નીચેના લક્ષણો દ્વારા ઓળખી શકો છો.
કંજેક્ટિવાઈટિસને ઓળખવાથી સૌથી સામાન્ય લક્ષણોમાંનું એક છે આંખોની લાલાશ. રક્ત વાહિનીઓના ફેલાવના કારણે કંજેક્ટિવામાં સોજો આવે છે, જેના કારણે આંખો ગુલાબી અથવા લાલ દેખાય છે. આ લાલાશ એક અથવા બંને આંખોને અસર કરી શકે છે. જો તમારી આંખનો રંગ સતત લાલ અથવા ગુલાબી રહે છે, તો તે આંખના ફ્લૂનું લક્ષણ હોય શકે છે.
જો તમને અચાનક આંખમાંથી પાણી આવવાની સમસ્યા થઈ રહી હોય તો સાવધાન થઈ જાવ. આંખમાં બળતરાને કારણે આંખના ફ્લૂમાં વારંવાર પાણી આવવા લાગે છે. જો કે તંદુરસ્ત આંખો માટે પાણી જરૂરી છે, પરંતુ જો તમારી આંખો લાલાશ અને અસ્વસ્થતા સાથે સતત પાણી નિકળે છે તો તે કંજેક્ટિવાઈટિસ હોય શકે છે.
કંજેક્ટિવાઈટિસના કારણે ઘણીવાર આંખના પ્રભાવિત ભાગમાં ડિસ્ચાર્જ થવા લાગે છે. આંખોમાંથી થતો ડિસ્ચાર્જ પાતળો, પાણીયુક્ત પ્રવાહી હોઈ શકે છે. આંખની આસપાસ પોપડી પણ જામી શકે છે. ખાસ કરીને ઊંઘ બાદ આ બની શકે છે. જો તમને પણ આંખોમાંથી આવો અસામાન્ય ડિસ્ચાર્જ દેખાય છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
આંખોમાં તીવ્ર ખંજવાળ અને બળતરા પણ કંજેક્ટિવાઈટિસના સામાન્ય લક્ષણો છે. વાસ્તવમાં, આ સમસ્યા કંજેક્ટિવાઈટિસમાં બળતરાને કારણે થઈ શકે છે. જો તમને તમારી આંખોને સતત ચોળવાની સમસ્યા હોય તો તે આંખનો ફ્લૂ હોઈ શકે છે. જો કે, ધ્યાનમાં રાખો કે આ સમય દરમિયાન આંખોને ચોળવાનું ટાળો, કારણ કે આ ચેપ ફેલાવવાનું જોખમ વધારી શકે છે.
જો તમે અચાનક પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અનુભવવાનું શરૂ કર્યું હોય, તો તમે કંજેક્ટિવાઈટિસથી પીડિત હોઈ શકો છો. આંખના ફલૂ દરમિયાન તેજસ્વી પ્રકાશના સંપર્કમાં આવવાને કારણે ઘણીવાર આંખમાં દુખાવો થાય છે. તેને ફોટોફોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમને પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા તેમજ આંખના અન્ય લક્ષણો જણાય, તો તરત જ આંખના નિષ્ણાતને મળો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)