મોદી સરકારે મેડિકલ-ડેન્ટલમાં ઓબીસી રિઝર્વેશનને લઈ લીધો મોટો નિર્ણય, જાણો કેટલા ટકા મળશે રિઝર્વેશન?
યુજી અને પીજી મેડિકલ-ડેન્ટલ કોર્સિસમાં (MBBS/MD/MS/Diploma/BDS/MDS) આ જ વર્ષથી એટલે કે 2021-22માં 27 ટકા ઓબીસી અને 10 ટકા ઇબીસી રિઝર્વેશન આપવામાં આવશે.
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મેડિકલ અને ડેન્ટલમાં ઓબીસી અને EWS રિઝર્વેશન મુદ્દે મોટો નિર્ણય લીધો છે. યુજી અને પીજી મેડિકલ-ડેન્ટલ કોર્સિસમાં (MBBS/MD/MS/Diploma/BDS/MDS) આ જ વર્ષથી એટલે કે 2021-22માં 27 ટકા ઓબીસી અને 10 ટકા ઇબીસી રિઝર્વેશન આપવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવી છે.
દેશમાં મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઓલ ઇન્ડિયા ક્વોટા અતંર્ગત અંડર ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ તથા ડેન્ટલ અભ્યાસમાં ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને 27 ટકા અને ઇડબલ્યુએસના વિદ્યાર્થીઓને 10 ટકા રિઝર્વેશન અપાશે. આ નિર્ણયથી મેડિકલ અને ડેન્ટલ શિક્ષણમાં પ્રવેશ માટે ઓબીસી તથા આર્થિક રીતે નબળા(EWS)માંથી આવતા 5550 વિદ્યાર્થીઓને લાભ મળશે. દેશના પછાત અને ઓછી આવક ધરાવતા વર્ગના ઉત્થાન માટે અનામત આપવા સરકાર પ્રતિબ્ધ છે.
આ નિર્ણયથી 5550 વિદ્યાર્થીઓને લાભ થશે. સરકારે બંને બેકવર્ડ કેટેગરી અને EWSના વિદ્યાર્થીઓને રિઝર્વેશનનો લાભ આપશે, તેમ મિનિસ્ટ્રિ ઓફ હેલ્થ એન્ડ ફેમિલિ વેલ્ફેર દ્વારા જણાવાયું છે.
Ministry has taken a decision for providing 27% reservation for OBCs & 10% reservation for Economically Weaker Section in the All India Quota Scheme for UG and PG medical/dental courses (MBBS/MD/MS/Diploma/BDS/MDS) from the current academic year 2021-22 onwards: Health Ministry pic.twitter.com/5BTzXg8Z2b
— ANI (@ANI) July 29, 2021
કેરળમાં કોરોનાનો રાફડો ફાટતા લગાવી દેવાયું બે દિવસનું સંપૂર્ણ લોકડાઉન, કેન્દ્ર સરકારે શું આપી સૂચના?
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગવા લાગ્યા છે. દેશના કેરળ રાજ્યએ બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આગામી 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. ત્યારે ન્યૂઝ એજન્સી એએનઆઇએ સૂત્રોના હવાલાથી સમાચાર સાપ્યા છે કે, તાજેતરમાં થયેલી સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ અંગે કેન્દ્રીય આરોગ્ય વિભાગે રાજ્ય સરકારને કોરોનાની ગાઇડલાનનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપી છે. એએનઆઇએ કરેલા દાવા પ્રમાણે, તાજેતરમાં કેરળમાં જોવા મળેલ "સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ" પર કેન્દ્રીય આરોગ્ય સેક્રેટરી રાજેશ ભૂષણે કેરળ સરકારને પત્ર લખ્યો છે. આરોગ્ય સચિવે ઉલ્લેખ કર્યો છે કે COVID માર્ગદર્શિકાઓને યોગ્ય રીતે અનુસરવાની જરૂર છે. સામૂહિક/સામાજિક મેળાવડા માર્ગદર્શિકાઓનું પાલન કડક રીતે અમલમાં મૂકવું જરૂરી છે, તેમ એએનઆઇને સૂત્રો દ્વારા જણાવાયું છે. નોંધનીય છે કે, રાજ્યમાં સતત બીજા દિવસે 20,000થી વધારે કોરોનાના નવા કેસ આવતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. એએનઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 43,509 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં અત્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસ 4,03,840 છે. તેમજ ભારતનો રિકવરી રેટ 97.38% છે, તેમ હેલ્થ અને ફેમિલી વેલ્ફેર મિનિસ્ટ્રી તરફથી જણાવવામાં આવ્યું હતું. કેરળમાં બકરી ઇદની ઉજવણી પછી કોરોના કેસમાં એકદમ ઉછાવ્યો આવ્યો છે. દેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, ત્યારે કેરળમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આ કોરોનાની તીજી લહેરના ભણકારા તો નથી ને. દેશમાં આવી રહેલા કેસોમાંથી 50 ટકા કેરળના છે. બુધવારે સતત બીજા દિવસે કોરોનાના 22 હજાર કેસ કેરળમાં નોંધાયા છે. કેરળમાં બુધવારે કોરોનાના 22,056 નવા કેસ નોંધાયા હતા. આ સાથો કોરોનાના કુલ કેસોની સંખ્યા 33,27,301 થઈ ગયા છે. જ્યારે 131 લોકોના મોત સાથે કોરોનાથી કુલ 16,457 લોકોના મોત થયા છે. મંગળવારે 22,129 કોરોનાના કેસ નોંધાયા હતા. તેના આગલા દિવસે 17,761 કેસ નોંધાયા હતા.