શોધખોળ કરો

Himachal Government Formation: 5 વાગ્યે કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, મુખ્યમંત્રીના નામ પર લાગી શકે છે મોહર

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રીની ખુરશીને લઈને ખેંચતાણ ચાલુ છે. શુક્રવારે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં હાઈકમાન્ડને મુખ્યમંત્રીની પસંદગી માટે સત્તા આપવામાં આવી હતી.

Himachal CM Race: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રીની ખુરશીને લઈને ખેંચતાણ ચાલુ છે. શુક્રવારે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં હાઈકમાન્ડને મુખ્યમંત્રીની પસંદગી માટે સત્તા આપવામાં આવી હતી. હવે ફરી એકવાર આજે સાંજે 5 વાગ્યે શિમલામાં સ્થિત હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ વિધાનમંડળ દળની બેઠક બોલાવવામાં આવી છે. વિધાનમંડળની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે અને આગામી બે દિવસમાં શપથગ્રહણ પણ થઈ શકે છે. હિમાચલ કોંગ્રેસના અધ્યક્ષ પ્રતિભા સિંહ, પ્રચાર સમિતિના અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખુ અને 13મી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રી મુખ્યમંત્રી પદની રેસમાં છે.

આજે સાંજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક

સાંજે 5  વાગ્યે ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ સોમવાર, 12 ડિસેમ્બર સુધી શપથ ગ્રહણ સમારોહ પણ થઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહ રાજધાની શિમલાના રિજ મેદાનમાં યોજવાનો પ્રસ્તાવ છે. અધિકારીઓએ પણ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વહીવટી સ્તરે લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. માત્ર મુખ્યમંત્રીના નામ પર મહોર મારવાની રાહ જોવાઈ રહી છે. 12 ડિસેમ્બર સુધી શપથ ગ્રહણ સમારોહ પણ થઈ શકે છે. 

ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પર પણ ચર્ચા થઈ રહી છે

હિમાચલ કોંગ્રેસમાં પણ મુખ્યમંત્રીની ખુરશીના મુદ્દે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ પણ સર્વસંમતિ ન બને તો ડેપ્યુટી સીએમ પદ પણ મજબૂત નેતાને આપવામાં આવી શકે છે. આ માટે શિમલા ગ્રામીણના ધારાસભ્ય અને પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહનું નામ આગળ ચાલી રહ્યું છે. હાલમાં હિમાચલ પ્રદેશ સિવાય રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે.

રાજસ્થાનમાં પણ કોંગ્રેસે ડેપ્યુટી સીએમનું પદ આપીને સમીકરણ ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મામલો વણસતા સચિન પાયલટે ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેવી જ રીતે છત્તીસગઢમાં પણ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને આરોગ્ય મંત્રી ટીએસ સિંહ દેવ વચ્ચે પરસ્પર લડાઈના સમાચારો સામે આવતા રહે છે. મધ્યપ્રદેશમાં પણ ભાજપને કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચેની લડાઈને કારણે સરકાર પડી જવાનો ફાયદો ભાજપને  મળ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.Vadodara News: વડોદરાના સાયબર ફ્રોડનો ભોગ બની આંગણવાડી લાભાર્થી સગર્ભાSurat Police: સુરતમાં યુવક પર હુમલો કરનાર આરોપીને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
Embed widget