શોધખોળ કરો
Advertisement
મિલિંદ દેવડા બાદ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટર પર લખ્યું, હું ચૂંટણીમાં જનાદેશનું સન્માન કરીને મહાસચિવ પદેથી મારું રાજીનામું આપું છું. મારામાં વિશ્વાસ મુકવા બદલ હું રાહુલ ગાંધીનો આભાર માનું છું.
ભોપાલઃ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કૉંગ્રેસમાં રાજીનામાં આપવાનો સિલસિલો યથાવત છે. મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવડાએ રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ વધુ એક દિગ્ગજ નેતાએ રાજીનામું આપ્યું છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટર પર લખ્યું, હું ચૂંટણીમાં જનાદેશનું સન્માન કરીને મહાસચિવ પદેથી મારું રાજીનામું આપું છું. મારામાં વિશ્વાસ મુકવા બદલ હું રાહુલ ગાંધીનો આભાર માનું છું. લોકસભા ચૂંટણીમાં સિંધિયાને પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. અહીં કોંગ્રેસનો રકાસ થયા હતો.
સિંધિયાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, મેં આજે રાજીનામું આપ્યું નથી. 8-10 દિવસ પહેલા રાહુલ ગાંધીને મારું રાજીનામું આપ્યું હતું. હું બીજાને ઓર્ડર આપું તેવો નેતા નથી. મને લાગે છે કે જ્યારે કોઈ જવાબદારી હોય તો તેનું ઉત્તરદાયિત્વ પણ હોય. જો દેખાવ સારો ન હોય તો તેની જવાબદારી પણ મારી હોય અને તેથી મેં રાજીનામાનો નિર્ણય લીધો છે.Accepting the people’s verdict and taking accountability, I had submitted my resignation as General Secretary of AICC to Shri @RahulGandhi.
I thank him for entrusting me with this responsibility and for giving me the opportunity to serve our party. — Jyotiraditya Scindia (@JM_Scindia) July 7, 2019
મિલિંદ દેવડા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દિલ્હી આવી રહ્યા છે અને કોઈ મોટી જવાબદારી સંભાળશે. મહારાષ્ટ્રમાં હાલમાં કૉંગ્રેસની સામે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન મજબૂત છે. વર્લ્ડકપઃ સચિન-સેહવાગ ન કરી શક્યા તે રોહિત-રાહુલે કરી બતાવ્યું, જાણો વિગત ચિત્તા સાથે સેલ્ફી લેવી આ એક્ટ્રેસને પડી ભારે, જાણો શું થયું સેલવાસમાંથી પસાર થતી દમણ ગંગા નદીમાં આવ્યું ઘોડાપુર, જુઓ વીડિયોJyotiraditya Scindia: I am not a leader who gives orders to others. I think when there is a responsibility, there comes accountability as well. Even I am responsible if performance isn't good & therefore, I took the decision to resign. https://t.co/YiCqejcZc7
— ANI (@ANI) July 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement