UP : હરિદ્વારથી ગ્વાલિયર જઈ રહેલા કાવડિયાઓ પર ફરી વળી ટ્રક, 6નાં મોતથી અરેરાટી
ઉત્તર પ્રદેશના હાથરસમાં શનિવારે સવારે મધ્ય પ્રદેશના કાવડ ભક્તોના જૂથ પર ટ્રક ચડી જતાં છ લોકોના મોત થયા હતા.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાથરસમાં શનિવારે સવારે મધ્ય પ્રદેશના કાવડ ભક્તોના જૂથ પર ટ્રક ચડી જતાં છ લોકોના મોત થયા હતા. આગ્રા ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક રાજીવ કૃષ્ણાએ માહિતી આપી હતી કે આ ઘટના લગભગ સવારે 2.15 વાગ્યે બની હતી અને ગ્વાલિયરના શ્રદ્ધાળુઓ હરિદ્વારથી તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રક તેમની ઉપર ચડી ગઈ હતી.
Truck mows down Kanwar devotees in Uttar Pradesh's Hathras, death toll rises to 6
— ANI Digital (@ani_digital) July 23, 2022
Read @ANI Story | https://t.co/FvMpa0yv9b#ACCIDENT #mishap #Hathras #Hathras #UttarPradesh pic.twitter.com/sea0FyLcvM
હાથરસના સાદાબાદ પીએસ ખાતે આજે સવારે 2.15 વાગ્યાની આસપાસ સાત કાવડિયાને ટ્રક દ્વારા નીચે કચડતાં 5નાં મોત થયા હતા. જ્યારે 1 ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘાયલ કાવડિયાનું પણ મોત થયું છે. તેઓ તેમની કાવડ સાથે હરિદ્વારથી ગ્વાલિયર જઈ રહ્યા હતા,” રાજીવ કૃષ્ણાએ કહ્યું. બાદમાં ઈજાગ્રસ્ત એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેના કારણે ઘટનાનો મૃત્યુઆંક 6 પર પહોંચ્યો હતો.
Coronavirus in Maharashtra: દેશભરમાં કોરોના વાયરસ કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.5ના કેસમાં વધારો જોવા મળ્યો છે.
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે માહિતી આપી હતી કે બે લોકો ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.5 થી સંક્રમિત જોવા મળ્યા હતા. બંને દર્દીઓના સેમ્પલ NIV પુણેમાં મોકલવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને સંક્રમિત મહારાષ્ટ્ર બહારના છે. હાલમાં તે વ્યવસાયિક કારણોસર પુણેના ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.
બંને જણા દુબઈથી પરત ફર્યા છે
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દુબઈથી પરત ફરતી વખતે પુણે એરપોર્ટ પર નિયમિત તપાસમાં તે બંને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં બંન્ને દર્દીઓમાં કોઇ પણ પ્રકારના કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. તેઓ આઈસોલેશન દરમિયાન સંપૂર્ણ સ્વસ્થ પણ થઈ ગયા છે.
ઓમિક્રોન સબ-વેરિઅન્ટ કેસમાં વધારો
આરોગ્ય વિભાગે માહિતી આપી છે કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના BA.4 અને BA.5 સબ વેરિઅન્ટના કેસોમાં ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના BA.4 અને BA.5 સબ વેરિઅન્ટના કેસની સંખ્યા 160 પર પહોંચી ગઈ છે. જેમાં પુણેમાં 93, મુંબઈમાં 51, થાણેમાં 5, નાગપુરમાં 4, પાલઘરમાં 4 અને રાયગઢમાં 3નો સમાવેશ થાય છે.
શુક્રવારે મહારાષ્ટ્રમાં 2,515 નવા કેસ નોંધાયા હતા
દરમિયાન, મહારાષ્ટ્રમાં શુક્રવારે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાવાયરસના 2,515 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોવિડ-19 સંક્રમણને કારણે છ લોકોના મોત પણ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં 2,449 નો વધારો થયો છે.