Kerala Corona Cases: દેશના આ રાજ્યમાં થોડા દિવસ પહેલા નોંધાતા હતા 50 હજાર કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં માત્ર કેટલા કેસ નોંધાયા
Kerala Covid-19 Cases: ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4069 કેસ અને 11 લોકોના મોત થયા છે. જ્યારે 11,026 લોકો સાજા થયા છે.
Kerala Corona Cases: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર ફરી વળી હતી ત્યારે કેરળમાં રોજના 50 હજાર આસપાસ કેસ નોંધાતા હતા. પરંતુ હવે દેશમાં કેસ ઘટવાની સાથે કેરળમાં પણ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4069 કેસ અને 11 લોકોના મોત થયા છે. જ્યારે 11,026 લોકો સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 58,932 છે, જ્યારે મૃત્યુઆંક 64,273 પર પહોંચ્યો છે.
Kerala reports 4069 fresh #COVID19 cases, 11,026 recoveries and 11 deaths in the last 24 hours - 76 deaths which were not added due to lack of documents & 41 deaths as per new guidelines of central govt have been added. Death toll stands at 64,273, active cases 58,932: State govt
— ANI (@ANI) February 21, 2022
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ હવે ઘણો ઓછો થઈ ગયો છે. સતત બીજા દિવસે કોરોનાના 20 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,051 નવા કેસ સામે આવ્યા છે અને 206 સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આના એક દિવસ પહેલા જ કોરોનાના 19 હજાર 968 નવા કેસ સામે આવ્યા હતા અને 673 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 37 હજાર 901 લોકો કોરોનાથી સાજા પણ થયા છે એટલે કે 22 હજાર એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડ 28 લાખ 38 હજાર 524 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5 લાખ 12 હજાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4 કરોડ 21 લાખ 24 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 3 લાખથી ઓછી છે. કુલ 2 લાખ 2 હજાર 131 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
- કોરોનાના કુલ કેસ - ચાર કરોડ 28 લાખ 38 હજાર 524
- કુલ ડિસ્ચાર્જ - 4 કરોડ 21 લાખ 24 હજાર 284
- કુલ એક્ટિવ કેસ - 2 લાખ 2 હજાર 131
- કુલ મૃત્યુ - 5 લાખ 12 હજાર 109
- કુલ રસીકરણ - 175 કરોડ 46 લાખ 25 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા