(Source: ECI/ABP News/ABP Majha)
Ludhiana Gas Leak: પંજાબના ગ્યાસપુરામાં ઝેરી ગેસ લીક થવાથી 9ના મોત, 11 ઘાયલ, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો સીલ
Gas Leak Update: પોલીસે સાવચેતીના પગલા તરીકે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. જો કે આ ઝેરી ગેસ ફેક્ટરીમાંથી લીક થયો છે કે ગટરમાંથી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
Punjab News: પંજાબના લુધિયાણામાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. ગ્યાસપુરા વિસ્તારમાં ઝેરી ગેસ લીક થવાને કારણે 9 લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગની મદદથી ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે સાવચેતીના પગલારૂપે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને મામલાની તપાસ શરૂ કરી છે. જો કે આ ઝેરી ગેસ ફેક્ટરીમાંથી લીક થયો છે કે ગટરમાંથી, તે હજુ સુધી જાણી શકાયું નથી.
#WATCH पंजाब: लुधियाना के ग्यासपुरा इलाके में गैस रिसाव की घटना सामने आई है। मौके पर NDRF की टीम पहुंच गई है और बचाव अभियान जारी है। pic.twitter.com/ILjXIO3KOY
— ANI_HindiNews (@AHindinews) April 30, 2023
મૃત્યુઆંક વધી રહ્યો છે
લુધિયાણા પશ્ચિમના SDM સ્વાતિએ જણાવ્યું કે, 'ચોક્કસપણે, આ ગેસ લીકનો મામલો છે. NDRFની ટીમ લોકોને બહાર કાઢવા માટે સ્થળ પર હાજર છે અને બચાવ કામગીરી હાથ ધરશે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 11 ઘાયલ છે. બીજી તરફ એડીસીપી સમીર વર્મા ઘટનાસ્થળે પહોંચ્યા અને જણાવ્યું કે, 'બેહોશ થઈ ગયેલા 5-6 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ વિસ્તારને સીલ કરવામાં આવી રહ્યો છે. NDRFની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે અને ત્યારથી બચાવ કામગીરી ચાલી રહી છે.
ਲੁਧਿਆਣਾ ਦੇ ਗਿਆਸਪੁਰਾ ਇਲਾਕੇ ਵਿੱਚ ਫ਼ੈਕਟਰੀ ਦੀ ਗੈਸ ਲੀਕ ਦੀ ਘਟਨਾ ਬੇਹੱਦ ਦੁੱਖਦਾਇਕ ਹੈ..ਪੁਲਿਸ, ਪੑਸ਼ਾਸਨ ਅਤੇ NDRF ਟੀਮਾਂ ਮੌਕੇ ‘ਤੇ ਮੌਜੂਦ ਹਨ ..ਹਰ ਸੰਭਵ ਮਦਦ ਪਹੁੰਚਾਈ ਜਾ ਰਹੀ ਹੈ..ਬਾਕੀ ਵੇਰਵੇ ਜਲਦੀ..
— Bhagwant Mann (@BhagwantMann) April 30, 2023
સીએમ ભગવંત માને તેની નોંધ લીધી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ લુધિયાણાના ગ્યાસપુરામાં ગેસ લીકની આ ઘટનાની નોંધ લીધી છે. એક ટ્વિટમાં સીએમ માનએ કહ્યું કે, લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ફેક્ટરીમાંથી ગેસ લીકેજની ઘટના ખૂબ જ દુઃખદ છે. પોલીસ, સરકાર અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે. શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.
पंजाब: लुधियाना के ग्यासपुरा इलाके में गैस रिसाव की घटना सामने आई है।
— ANI_HindiNews (@AHindinews) April 30, 2023
हमें गैस लीक होने की सूचना मिली। हादसे में 5-6 लोगों की मृत्यु हुई है। 5-6 लोगों को अस्पताल ले जाया गया है। इस क्षेत्र को सील किया जा रहा है। मौके पर NDRF की टीम को बुलाया गया है: ADCP समीर वर्मा pic.twitter.com/7LuwCTRBau