શોધખોળ કરો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: સસ્પેન્સ ખતમ, BJP 150 અને શિવસેના 124 સીટો પર લડશે ચૂંટણી
શિવેસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પહેલીવાર ચૂંટણી મેદાનમાં છે. તે પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે શિવસેના સમર્થક આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે જોઈ રહ્યાં છે.

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને શિવસેનામાં સીટોની વહેંચણી પર આજે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ 150 સીટો પર ચૂંટણી લડશે.જ્યારે શિવસેનાને અગાઉથી જ 124 બેઠકો આપવામાં આવી છે. અન્ય સહયોગી પાર્ટી માટે 14 સીટો ફાળવવામાં આવી છે. જેમાંથી 6 સીટો રામદાસ અઠાવલેની પાર્ટીના ખાતામાં ગઈ છે. રાજ્યમાં વિધાનસભાની કુલ 288 સીટો છે. જેની 21 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સંયુક્ત પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. આ દરમિયાન સીટોની વહેંચણી પર સ્પષ્ટ આંકડો જણાવ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે અમે પ્રચંડ બહુમતથી ચૂંટણી જીતીશું. એવી બહુમત મળશે કે જે આજ સુધી કોઈને પણ નહીં મળી હોય.
શિવેસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પહેલીવાર ચૂંટણી મેદાનમાં છે. તે પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે. આદિત્ય ઠાકરે વરલીથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે શિવસેના સમર્થક આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે જોઈ રહ્યાં છે.
ટિકિટ નહીં મળવાથી નારાજ નેતાઓ પર ફડણવીસે કહ્યું, જેટલા પણ લોકોએ બગાવત કરી છે તેઓનો ગુસ્સો આગામી બે ત્રણ દિવસમાં શાંત કરીને મનાવી લઈશું. જો તેઓ નહીં માને તો અમારા ગઠબંધનની કોઈ પણ પાર્ટીમાં તેમને કોઈ સ્થાન આપવામાં નહીં આવે.Shiv Sena Chief Uddhav Thackeray on 'Aditya Thackeray for CM demands': The first step in politics doesn’t mean that you have to become the Chief Minister of this state. He has just entered politics, this is just the beginning. pic.twitter.com/8xNqfEdDt4
— ANI (@ANI) October 4, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement