શોધખોળ કરો
Advertisement
સ્વદેશી લડાકુ વિમાન તેજસે INS વિક્રમાદિત્ય પર કર્યું પહેલીવાર સફળ લેન્ડિંગ, નૌસેનાની વધશે તાકાત
રક્ષામંત્રી રાજનાથ સિંહે તેજસની સફળ લેન્ડિંગ બાદ ડીઆરડીઓ અને નૌસેનાને શુભેચ્છા પાઠવી હતી.
નવી દિલ્હી: ભારતના સ્વદેશી લડાકુ વિમાન તેજસે શનિવારે નેવીના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય પર પહેલીવાર સફળ અરેસ્ટેડ લેન્ડિંગ કર્યું છે. આ સાથે જ તેજસે સફળ અરેસ્ટેડ લેન્ડિંગ સાથે નૌસેનાનો ઈતિહાસ રચી દીધો છે.
ભારતીય નૌસેનાએ આ જાણકારી આપતા જણાવ્યું કે, આ પહેલીવાર છે કે જ્યારે કોઈ સ્વદેશી લડાકુ વિમાન કોઈ એરક્રાફ્ટ કેરિયર જહાજ પર ઉતાર્યું છે. શનિવારે સવારે 10 વાગીને 2 મિનિટે તેનું સફળ લેન્ડિંગ કર્યું હતું. રક્ષા શોધ અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કમાન્ડર જયદીપ માવલંકરે આ લેન્ડિંગ કરાવ્યું છે. તેનાથી નેવીની ઓન ડેક ઓપરેશનની ક્ષમતાઓ વધી જશે.
આ સફળ લેન્ડિંગ બાદ રશિયા, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટેન અને ચીન બાદ ભારત એરક્રાફ્ટ કેરિયર પર અરેસ્ટેડ લેન્ડિંગ કરનારો છઠ્ઠો દેશ બની ગયો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે તેજસની લેન્ડિંગ બાદ ડીઆરડીઓ અને નૌસેનાને શુભેચ્છા પાઠવતા ટ્વીટ કર્યું હતું.The Naval Light Combat Aircraft made its first successful landing on the aircraft carrier INS Vikramaditya. The Defence Research and Development Organisation (DRDO)-developed fighter aircraft is expected to attempt its maiden take off from the carrier soon. https://t.co/6n4ntkQXul pic.twitter.com/M1YMfMd6pk
— ANI (@ANI) January 11, 2020
શું હોય છે અરેસ્ટેડ લેન્ડિંગ ? નૌસેનામાં સામેલ કરવામાં આવતા વિમાનો ઓછા વજનની સાથે તે અરેસ્ટેડ લેન્ડિંગમાં પણ સક્ષમ હોવા જોઈએ. કારણકે સબમરીન એક ચોક્કસ વજન ઉપાડવાની ક્ષમતા જ ધરાવે છે. તેથી વિમાનનું વજન ઓછું હોય તે પણ જરૂરી છે. ઘણી વાર નેવીના વિમાનોને લડાકુ સબમરીન પર લેન્ડ કરવામાં આવતા હોય છે. કારણકે સબમરીન એક ચોક્કસ વજન ઉપાડવાની ક્ષમતા જ ધરાવે છે. તેથી વિમાનનું વજન ઓછું હોય તે પણ જરૂરી છે. આ સિવાય સામાન્ય રીત યુદ્ધના સબમરીન પર બનાવવામાં આવેલા રનવેની લંબાઈ નિશ્ચિત હોય છે. આ સંજોગોમાં ફાઈટર પ્લેન્સને લેન્ડિંગ દરમિયાન સ્પીડ ઘટાડીને રનવે પર જલદી રોકવું પડે છે. તેથી ફાઈટર પ્લેનને રોકવા માટે અરેસ્ટેડ લેન્ડિંગ જરૂરી હોય છે.Extremely happy to learn of the maiden landing of DRDO developed LCA Navy on INS Vikramaditya.
This successful landing is a great event in the history of Indian Fighter aircraft development programme. Congratulations to Team @DRDO_India & @indiannavy for this achievement. — Rajnath Singh (@rajnathsingh) January 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement