Police FIR: જો પોલીસ FIR નોંધવાનો ઇનકાર કરે તો તમે ક્યાં કરશો ફરિયાદ?
Police FIR: જ્યારે પણ કોઈની સાથે છેતરપિંડી અથવા ગુનો બને છે ત્યારે તે તરત જ પોલીસ સ્ટેશન જાય છે
Police FIR: જ્યારે પણ કોઈની સાથે છેતરપિંડી અથવા ગુનો બને છે ત્યારે તે તરત જ પોલીસ સ્ટેશન જાય છે. સૌથી પહેલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવે છે ત્યારબાદ પોલીસ કેસની તપાસ શરૂ કરે છે. જો કે ઘણીવાર એવું જોવા મળે છે કે પોલીસ એફઆઈઆર લખવાનો ઈન્કાર કરી દે છે. આવી સ્થિતિમાં લોકોને ખબર નથી પડતી કે શું કરવું. પોલીસના ઇનકાર પછી ઘણા લોકો ચુપચાપ ઘરે જાય છે અને અહીં હિંમત હારી જાય છે, પરંતુ જો તમારી સાથે ક્યારેય આવું થાય તો તમે બીજી ઘણી રીતો અપનાવી શકો છો.
તમે અહીં ફરિયાદ કરી શકો છો
જો પોલીસ એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરે છે, તો તમે તરત જ તેની ફરિયાદ કરી શકો છો. તમે પોલીસ વિભાગના વિજિલન્સ વિભાગને ફોન કરીને આ અંગે ફરિયાદ કરી શકો છો. તમે પોલીસ સ્ટેશનથી જ ફોન કરી શકો છો. આ સિવાય તમે કોઈપણ વરિષ્ઠ અધિકારી જેમ કે ASP, DCP અથવા SP ઓફિસમાં જઈને પણ આ અંગે ફરિયાદ કરી શકો છો. આમ કરવાથી તમારી ફરિયાદ તો નોંધવામાં આવશે જ પરંતુ જે અધિકારી FIR લખવાનો ઇનકાર કરશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
તમે કોર્ટમાં પણ જઈ શકો છો
જો ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા છતાં પણ તમારી વાત સાંભળવામાં આવતી નથી, તો તમે સ્થાનિક કોર્ટમાં મેજિસ્ટ્રેટને તેની ફરિયાદ કરી શકો છો. જો તમારી ફરિયાદ સાચી જણાય તો કોર્ટ પોલીસને FIR દાખલ કરવાનો આદેશ આપી શકે છે. આ ઉપરાંત આરોપી પોલીસકર્મી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
જો પોલીસ સ્ટેશનમાં FIR ના નોંધાય તો તમે ઓનલાઈન જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો. તેને ઈ-એફઆઈઆર કહેવામાં આવે છે. દરેક વિસ્તારમાં પોલીસની વેબસાઈટ હોય છે, જ્યાં તમારે જઈને તમામ માહિતી આપવાની હોય છે અને તમારી FIR નોંધવામાં આવે છે. FIR નોંધાયા બાદ તમારા કેસની તપાસ શરૂ થાય છે.