શોધખોળ કરો

Presidential Election 2022: રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મમતા બેનર્જી વિપક્ષને કરી રહ્યા છે એકજૂટ, દિલ્હીમાં મીટિંગ

પશ્ચિમ બંગાળના   (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જી  (CM Mamata Banerjee) એ દેશના  22  વિપક્ષી નેતાઓ (22 Opposition Leaders) ને એકજૂટ કરવાને લઈ પત્ર લખ્યો છે.

Presidential Election 2022: રાષ્ટ્રપતિ ચૂંટણી (Presidential Election) ને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. હવે તેને લઈ પશ્ચિમ બંગાળના   (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જી  (CM Mamata Banerjee) એ દેશના  22  વિપક્ષી નેતાઓ (22 Opposition Leaders) ને એકજૂટ કરવાને લઈ પત્ર લખ્યો છે. આ પત્રમાં મમતાએ 15 જૂને આ બાબતે બેઠકને લઈ વિપક્ષી નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. 

મમતા બેનર્જીએ ઉદ્ધવ ઠાકરે સહિત 22 વિપક્ષી નેતાઓને 15 જૂને દિલ્હીમાં યોજાનારી બેઠકમાં હાજરી આપવા માટે અરજી કરી છે. આ પત્રમાં મમતાએ લખ્યું છે કે ભારતમાં પ્રજાસત્તાક સંપૂર્ણ રીતે ખતમ થઈ રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખરડાઈ છે, આવી સ્થિતિમાં સમગ્ર વિપક્ષે એકસાથે આવવું જોઈએ કારણ કે આના દ્વારા ફરી એકવાર પ્રજાસત્તાકને બચાવી શકાય છે.

મમતા બેનર્જીએ સોનિયા ગાંધી, ઉદ્ધવ ઠાકરે, એમ કે સ્ટાલિન, કે ચંદ્રશેખર રાવ, અરવિંદ કેજરીવાલ, નવીન પટનાયક, શરદ પવાર, અખિલેશ યાદવ, સીતારામ યેચૂરી અને લાલૂ યાદવ સહિત 22 નેતાઓને નિમંત્રણ મોકલ્યું છે. પરંતુ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને વાઈએસઆર કૉંગ્રેસના અધ્યક્ષ જગનમોહન રેડ્ડીને નથી બોલાવ્યા. 

રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે છે ?

કેન્દ્રીય ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18મી જુલાઈએ મતદાન થશે અને મત ગણતરી 21મીએ થશે. જ્યારે એક કરતાં વધુ ઉમેદવારો હશે ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.  જો 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવાની જરૂર પડશે, તો લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના સભ્યો તેમાં ભાગ લેશે અને 21 જુલાઈના રોજ મતગણતરી થશે, ત્યારબાદ નવા રાષ્ટ્રપતિનું નામ જાહેર કરવામાં આવશે. 

મતદારોએ ઉમેદવારોની સંખ્યાના આધારે પસંદગીના આધારે મતદાન કરવાનું રહેશે. જો મતદારોએ તેમની પ્રથમ ચૂંટણીને ચિહ્નિત ન કર્યું હોય અને બાકીની ચૂંટણીઓ પર ચિહ્નો લગાવ્યા તો આ મત અમાન્ય ગણવામાં આવશે. એટલે કે, પ્રથમ પસંદગી ભરવા માટે તે જરૂરી રહેશે.

સાંસદો અને ધારાસભ્યોના મતોનું વેઇટેજ અલગ-અલગ હોય છે.

મતદાન કરનારા સાંસદો અને ધારાસભ્યોના મતોનું વેઇટેજ અલગ-અલગ હોય છે. અલગ-અલગ રાજ્યોના ધારાસભ્યોના મતોનું વેઇટેજ પણ અલગ-અલગ હોય છે. આ વેઇટેજ જે રીતે નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણસર પ્રતિનિધિત્વ સિસ્ટમ કહેવામાં આવે છે. હાલમાં દેશના તમામ રાજ્યોના ધારાસભ્યોના વોટની કિંમત 5 લાખ 43 હજાર 231 છે. તે જ સમયે, લોકસભા સાંસદોની કુલ કિંમત 5 લાખ 43 હજાર 200 છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Crime: દુષ્કર્મ પીડિતા ભરુચની નિર્ભયા આઠ દિવસ બાદ હારી જિંદગીનો જંગ | Abp AsmitaKutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
ગુજરાત ભાજપે અનેક જિલ્લા અને તાલુકાના મંડળ પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ જવાબદારી?
ગુજરાત ભાજપે અનેક જિલ્લા અને તાલુકાના મંડળ પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ જવાબદારી?
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Embed widget