શોધખોળ કરો
Advertisement
પુલવામા હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ગાડી અને તેના માલિકની થઈ ઓળખ, જાણો વિગત
શ્રીનગરઃ પુલવામા હુમલાને લઈને NIAને મોટી સફળતા મળી છે. એનઆઈએની ટીમને ફોરેન્સિક અને ઓટોમોબાઇલ એક્સપર્ટની મદદથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ગાડીના માલિકની ભાળ મળી ગઈ છે. ગાડી માલિક સજ્જાદ ભટ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પુલવામા હુમલામાં મારુતિ ઇકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો માલિક સજ્જાદ ભટ અનંતનાગ જિલ્લાના બિઝબેહરાનો રહેવાસી છે. સજ્જાદ હાલ અંડર ગ્રાઉન્ડ થઈ ગયો છે. સજ્જાદની હાથમાં બંદૂક પકડેલી તસવીર સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. સજ્જાદ ભટ શોપિયાના સિરાઝ-ઉલ-ઉલુમનો વિદ્યાર્થી રહી ચુક્યો છે. આત્મઘાતી હુમલામાં લેવાયેલી ઇકો કારનો ચેસિસ નંબર MA3ERLF1SOO183735 અને એન્જિન નંબર G12BN164140 હતો. આ કાર 2011માં અનંતનાગમાં જલીલ અહમદ હક્કાનીને વેચવામાં આવી હતી. જે બાદ આ ગાડી 7 અન્ય લોકોને વેચવામાં આવી હતી અને 4 ફેબ્રુઆરીએ અનંતનાગ જિલ્લાના બિઝબેહરા વિસ્તારમાં રહેતા મોહમ્મદ મકબૂલ ભટના દીકરા સજ્જાદ ભટ પાસે પહોંચી હતી.NIA: Sajjad Bhat (owner of vehicle used in #PulwamaAttack) has reportedly joined Jaish-e-Mohammed (JeM). (Pic courtesy: NIA) pic.twitter.com/NGRxTb7Wb7
— ANI (@ANI) February 25, 2019
સજ્જાદને શોધવા માટે એનઆઈએની ટીમે 23 ફેબ્રુઆરી જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે તેના ઘરે છાપો માર્યો હતો, પરંતુ તે ઘરે મળ્યો નહોતો અને ધરપકડથી બચવા ફરાર થઈ ગયો હતો. વાંચોઃ PM મોદીએ દેશને સમર્પિત કરેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની શું છે વિશેષતા, જાણો વિગત 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આતંકીઓના આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. જે બાદ સતત સુરક્ષાદળો ઘાટીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. વાંચોઃ ‘40ના બદલે 400 મારો ત્યારે પૂરો થશે પુલવામાનો બદલો’, જાણો ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ આપ્યું આ નિવેદન વાંચોઃ INDvAUS: જરૂરી નથી કે બોલર અંતિમ ઓવરમાં મેચ જીતાડે, જાણો ટીમ ઈન્ડિયાના ક્યા ખેલાડીએ આપ્યું નિવેદનNIA: Sajjad Bhat has reportedly joined Jaish-e-Mohammed (JeM). A photograph to this effect has also appeared in social media where Sajjad is seen holding weapons. https://t.co/F7ndntLAOC
— ANI (@ANI) February 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement