(Source: ECI/ABP News/ABP Majha)
Video: છત્તિસગઢમાં જંગલરાજ, ખુલ્લેઆમ હથિયારના જોરે સગીરા પર જાહેરમાં કાળો કેર વર્તાવ્યો
વીડિયો રાયપુરના ગુડયારી વિસ્તારનો છે. શનિવારે રાત્રે એક યુવક સગીર યુવતીના વાળ ખેંચીને રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.
Accused Caught on Camera Dragging a Minor Hair : છત્તીસગઢની રાજધાની રાયપુરમાંથી એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. જ્યારે એક માથા ફરેકા યુવકે રાત્રે સગીર વયની બાળકીને તેના વાળ પકડીને અને બીજા હાથમાં તિક્ષ્ણ હથિયાર વડે ખુલ્લેઆમ રસ્તા પર ખેંચી ગયો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને રાયપુર પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે ક, લોકોમાં પોલીસનો ડર આટલો ઓછો કેવી રીતે થઈ ગયો કે ગુનેગારોનું મનોબળ આટલું વધી ગયું?
રાયપુરમાં માથા ફરેલાએ એક સગીર પર કર્યો હુમલો
વીડિયો રાયપુરના ગુડયારી વિસ્તારનો છે. શનિવારે રાત્રે એક યુવક સગીર યુવતીના વાળ ખેંચીને રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. યુવતીના કપડા પર લોહીના ડાઘ દેખાતા હતા અને પાગલના હાથમાં ધારદાર હથિયાર હતું. શહેરના લોકો આ માથા ફરેલા વ્યક્તિનું આ કૃત્ય મૌન બનીને જોતા રહ્યા હતા, પરંતુ કોઈ માથા ફરેલા વ્યક્તિના ચંગુલમાંથી યુવતીને છોડાવવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. લોકો ડરતા હતા કે પાગલ છોકરી અથવા તેને બચાવનારા પર જ હુમલો કરી શકે છે.
सनकी के एक हाथ में हथियार पकड़े दूसरे हाथ में लड़की के बाल खींचते हुए खुलेआम सड़क में घसीट रहा है ।
— Ravi Miri ABP News (@Ravimiri1) February 19, 2023
ऐसा करने के लिए कितना हौसला चाहिए ? इसके लिए कौन जिम्मेदार है ?
@gyanendrat1
@RaipurPoliceCG pic.twitter.com/94NGouseEs
પોલીસે કરી ર્યવાહી
આ અગાઉ શનિવારના રોજ આ શખસે સગીર પર હુમલો કર્યો હતો. જેના કારણે સગીર ઘાયલ થઈ હતી. તેમ છતાં માથા ફરેલ વ્યક્તિ આજે ફરી એકવાર સગીરાના વાળ પકડીને તેને શહેરમાં જાહેરમાં ઢસડતો દેખાયો હતો. જ્યારે પોલીસને આ ઘટનાની માહિતી મળી તો તે આરોપીના ઘરે પહોંચી હતી. આરોપી ઓમકાર તિવારીએ ઘરમાં પણ હંગામો મચાવ્યો હતો. પોલીસથી બચવા તેણે પોલીસને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી, પરંતુ ઘણી મહેનત બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
પરિવારની ફરિયાદ બાદ એક્શનમાં આવી હતી પોલીસ
આ મામલામાં પીડિત યુવતીના પરિવારે રાત્રે જ પોલીસ સ્ટેશનમાં ઓમકાર તિવારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને ઘાયલ દીકરીને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. પરિવારની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ઓમકાર તિવારી સામે હત્યાના પ્રયાસ માટે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ગુડયારી પોલીસે જણાવ્યું હતું કે, કલમ 307 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના રાયપુરના માતરાની ચોક ખાતે કિશનલાલના ઘરની સામેના રસ્તામાં બની હતી. આ મામલે લોચન ચૌહાણાએ પોલીસમાં ફરિયાદ કરી છે. જોકે આ ઘટના પાછળનું કારણ બહાર આવ્યું નથી. પોલીસ ટૂંક સમયમાં આ મામલે ખુલાસો કરી શકે છે.