શોધખોળ કરો
Advertisement
દિલ્હી હિંસાઃIB અધિકારી અંકિત શર્મા મર્ડર કેસમાં તાહિર હુસૈનના રિમાન્ડમાં ચાર દિવસનો વધારો
પોલીસે તાહિરને સોમવારે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને તેના રિમાન્ડ વધારવાની માંગ કરી હતી
નવી દિલ્હીઃ દિલ્હી હિંસા દરમિયાન આઇબી અધિકારી અંકિત શર્મા મર્ડર કેસમાં દિલ્હીની કોર્ટે આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ કાઉન્સિલર તાહિર હુસૈનના પોલીસ રિમાન્ડ ચાર દિવસ સુધી વધારી દીધા હતા. પોલીસે તાહિરને સોમવારે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને તેના રિમાન્ડ વધારવાની માંગ કરી હતી જેનો કોર્ટે સ્વીકાર કરતા રિમાન્ડમાં ચાર દિવસ વધારો કર્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ કમિશનર પ્રવીર રંજને કહ્યું કે, અત્યાર સુધી જમા કરેલા તમામ પુરાવાઓના આધાર પર આખી ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે હિંસા દરમિયાન તાહિર ચાંદબાદ અને મુસ્તફાબાદમાં જ હાજર હતો. પોલીસે તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરશે જેણે તાહિરની મદદ કરી હતી.
એસઆઇટીની તપાસમાં જાણવા મળ્યું છે કે તાહિર હુસૈન ગત 24 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધીમાં ચાંદબાગ, મુસ્તફાબાદ અને આસપાસના વિસ્તારોમાં હાજર હતો. 27 ફેબ્રુઆરી બાદ તેનું લોકેશન જાકિર નગરમાં મળ્યું હતું. અહી બે દિવસ રોકાયો હતો. આ દરમિયાન પોલીસનું દબાણ વધવા પર તેણે પોતાનો મુખ્ય મોબાઇલ નંબર બંધ કરી દીધો હતો. બાદમાં તેણે વૈકલ્પિક મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો હતો જેની પોલીસ દ્ધારા શોધ કરવામાં આવી રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion