શોધખોળ કરો

ગાંધીનગરમાં બનનારી 1200 બેડની કોવિડ હોસ્પિટલનું સ્થળ બદલાયું, જાણો હવે ક્યાં બનશે હોસ્પિટલ

તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા 1200 બેડની હોસ્પિટલ ગાંધીનગરના સેક્ટર 17 ના હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ (covid hospital) ની જાહેરાત બાદ હવે સ્થળ બદલવામાં આવ્યું છે. હવે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉંડના સ્થાને 1200 બેડની કોવિડ હોસ્પિટલ મહાત્મા મંદિર (mahatma mandir)માં કાર્યરત કરવામાં આવશે. હોસ્પિટલના નિર્માણ પહેલા DRDOના અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે હેલિપેડ ગ્રાઉંડના એક્ઝિબિશન સેંટરના ડોમની ડ્રેનેજ સિસ્ટમ અને ACની સમસ્યાના કારણે સ્થળ બદલવું પડ્યું છે.

તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા 1200 બેડની હોસ્પિટલ ગાંધીનગરના સેક્ટર 17 ના હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અહીં કોટી સગવડ ન હોવાને કારણે આ હોસ્પિટલ મહાત્મા મંદિરમાં ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે. ડીઆરડીઓ દ્વારા મહાત્મા મંદિરનું નિરીક્ષણ કરીને કામગીરીનો પ્રારંભ કરાશે. મહાત્મા મંદિરમાં બનનાર કોવિડ હોસ્પિટલોમાં 600 આઈસીયુ (icu) બેડ પણ હશે. આગામી દસથી બાર દિવસમાં હોસ્પિટલના નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14327 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા ચાર દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 180 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 9544 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,08,368 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ37 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,37,794  પર પહોંચ્યો છે. જેમાંથી 572 લોકો વેન્ટિલેટર પર અને 1,37,222 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.82  ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન-18, વડોદરા કોર્પોરેશન-11, રાજકોટ કોર્પોરેશ 13, મહેસાણા-5, જામનગર કોર્પોરેશન- 10,  સુરત-4, જામનગર-8, ભાવનગર કોર્પોરેશન 3, પાટણ 1, બનાસકાંઠા 4, દાહોદ 2, સુરેન્દ્રનગર-8, વડોદરા-7, ભાવનગર 3, કચ્છ 8, ભરુચ 2,  ગાંધીનગર-2, ગાંધીનગર કોર્પોરેશન-1, ખેડા 0, જૂનાગઢ કોર્પોરેશ 2, અમરેલી 0, જૂનાગઢ 5, વલસાડ 1, નવસારી 0, આણંદ 1, ગીર સોમનાથ 2, પંચમહાલ 1, તાપી 0, મહીસાગર 4,  અરવલ્લી 0, છોટા ઉદેપુર 0, મોરબી 4, સાબરકાંઠા 9, નર્મદા 0, અમદાવાદ 0, દેવભૂમિ દ્વારકા 4, પોરબંદર 0, બોટાદ 1, રાજકોટ 8 અને ડાંગમાં 3 મોત સાથે કુલ 180 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 5258,  સુરત કોર્પોરેશન-1836, વડોદરા કોર્પોરેશન-639, રાજકોટ કોર્પોરેશ 607, મહેસાણા-511, જામનગર કોર્પોરેશન- 386,  સુરત-356, જામનગર-315, ભાવનગર કોર્પોરેશન 242, પાટણ 241, બનાસકાંઠા 231, દાહોદ 227, સુરેન્દ્રનગર-227, વડોદરા-221, ભાવનગર 202, કચ્છ 186, ભરુચ 185,  ગાંધીનગર-178, ગાંધીનગર કોર્પોરેશન-171, ખેડા 169, જૂનાગઢ કોર્પોરેશ 163, અમરેલી 146, જૂનાગઢ 130, વલસાડ 130, નવસારી 128, આણંદ 125, ગીર સોમનાથ 119, પંચમહાલ 116, તાપી 115, મહીસાગર 105,  અરવલ્લી 93, છોટા ઉદેપુર 92, મોરબી 87, સાબરકાંઠા 82, નર્મદા 73, અમદાવાદ 61, દેવભૂમિ દ્વારકા 47, પોરબંદર 42, બોટાદ 35, રાજકોટ 29 અને ડાંગમાં 21  કેસ સાથે કુલ 14327 કેસ નોંધાયા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,33,415 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 22,89,426 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,19,22,841 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
Embed widget