Mahakumbh Stampede: જ્યારે નહેરૂ પર લાગ્યો હતો દુર્ઘટનાનો આરોપ, જાણો ક્યારે-કયારે કુંભ નાસભાગનો બન્યો ભોગ
Prayagraj Mahakumbh Stampede: પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ પહેલા પણ અલગ-અલગ કુંભ વિસ્તારોમાં આવા અનેક અકસ્માતો થયા હતા. તત્કાલીન વડાપ્રધાન નેહરુ પર અકસ્માતનો આરોપ લાગ્યો હતો.
![Mahakumbh Stampede: જ્યારે નહેરૂ પર લાગ્યો હતો દુર્ઘટનાનો આરોપ, જાણો ક્યારે-કયારે કુંભ નાસભાગનો બન્યો ભોગ Tragedy has occurred at the Mahakumbh many times in history due to stampede incidents Mahakumbh Stampede: જ્યારે નહેરૂ પર લાગ્યો હતો દુર્ઘટનાનો આરોપ, જાણો ક્યારે-કયારે કુંભ નાસભાગનો બન્યો ભોગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/5773a79004a14e54534b4031ed9322cc173814430280581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prayagraj Mahakumbh Stampede:પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. અહીં મૌની અમાવસ્યા નિમિત્તે યોજાનારા શાહી સ્નાન પહેલા સંગમ ઘાટ પાસે નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતના અહેવાલ છે, પરંતુ તેની પુષ્ટિ થઈ નથી. શું તમે જાણો છો કે, કુંભ વિસ્તાર કેટલી વખત નાસભાગ જેવી ઘટનાઓથી ખંડિત થયો? તત્કાલિન વડાપ્રધાન જવાહર લાલ નેહરુ પર નાસભાગનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આવો અમે તમને કુંભ વિસ્તારમાં થયેલા આવા અકસ્માતોથી પરિચિત કરાવીએ.
આ રીતે 2025માં સર્જાઇ દુર્ઘટના
મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ મહાકુંભમાં રાત્રે લગભગ 1 વાગે સંગમ ઘાટ પાસે ભાગદોડ મચી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બધા સંગમ ઘાટ તરફ જવા માંગતા હતા, જેના કારણે સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. જો કે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
2013માં પણ એક દર્દનાક ઘટના બની હતી
ઉલ્લેખનિય છે કે વર્ષ 2013 દરમિયાન જ્યારે પ્રયાગરાજમાં કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મૌની અમાવસ્યાના અમૃત સ્નાનના દિવસે નાસભાગ મચી ગઈ હતી. બન્યું એવું કે, 10મી ફેબ્રુઆરીના રોજ આ અકસ્માતને કારણે પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 36 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
હરિદ્વાર કુંભનું મેદાન પણ લોહીથી લાલ થઈ ગયું હતું
હરિદ્વારમાં વર્ષ 2010 દરમિયાન કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન 14મી એપ્રિલે મેળા પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા.
તો નાસિક કુંભમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા
2003 નાસિકમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 27 ઓગસ્ટે અહીં નાસભાગ મચી હતી, જેમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ઉજ્જૈનમાં ઘણા લોકોના મોત થયા હતા
1992 દરમિયાન જ્યારે ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભ મેળો યોજાયો હતો ત્યારે ત્યાં પણ નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
જ્યારે નેહરુ પર નાસભાગનો આરોપ હતો
આઝાદી પછી, 1954 માં પ્રયાગરાજમાં પ્રથમ વખત કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન 3જી ફેબ્રુઆરીએ મૌની અમાવસ્યા હતી. અચાનક ત્યાં નાસભાગ મચી ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અકસ્માતમાં લગભગ 800 લોકોના મોત થયા હતા. કહેવાય છે કે, આ દુર્ઘટનાના એક દિવસ પહેલા તત્કાલિન વડાપ્રધાન જવાહર લાલ નેહરુએ કુંભ વિસ્તારની મુલાકાત લીધી હતી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે વિપક્ષે તેના માટે નેહરુને જવાબદાર ઠેરવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)