શોધખોળ કરો
Advertisement
ચીનના માલનો બહિષ્કાર શરૂ થતાં પોતાનો માલ વેચવા ચીને અપનાવ્યો ક્યો નવો પેંતરો ? જાણીને ચકરાઈ જશો
'મેઈડ ઈન ચાઈના'ની સમગ્ર વિશ્વમાં નેગેટિવ ઈમેજ થઈ ગઈ છે. આ ઈમેજમાંથી છૂટકારો મેળવવા ચીને 'મેડ ઈન પીઆરસી' નામે રીબ્રાન્ડિંગ શરૂ કર્યું છે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ની કરેલી હાકલના પગલે ચાઈનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાનું અભિયાન શરૂ થયું છે. ચીને આ અભિયાનના પગલે નવો દાવ અજમાવ્યો છે અને પોતાની પ્રોડક્ટ્સ પર 'મેડ ઈન ચાઈના'ના બદલે 'મેઈડ ઈન પીઆરસી' લખવાનું શરૂ કર્યું છે.
છેલ્લાં થોડાંક સમયથી બજારમાં અચાનક 'મેઈડ ઈન પીઆરસી' લેબલ લાગેલી પ્રોડક્ટ્સનું પ્રમાણ વધી ગયું છે. કપડાં, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ વગરેમાં 'મેઈડ ઈન પીઆરસી' જોવા મળે છે. તેના કારણે ઘણાં લોકો ભોળવાય છે પણ આ 'મેઈડ ઈન પીઆરસી' પરંતુ 'મેઈડ ઈન ચાઈના'નું સુધારેલું નામ છે. ચીનનું સત્તાવાર નામ 'પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના' છે. પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈનાનું ટૂંકું નામ પીઆરસી છે. ચીને આ કારણે હવે તેની બધી જ પ્રોડક્ટમાં 'મેડ ઈન પીઆરસી' લખવાનું શરૂ કર્યું છે. એટલે કે 'મેડ ઈન પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના'. અને એ પ્રોડક્ટ વાસ્તવમાં તો ચીનની જ છે.
'મેઈડ ઈન ચાઈના'ની સમગ્ર વિશ્વમાં નેગેટિવ ઈમેજ થઈ ગઈ છે. આ ઈમેજમાંથી છૂટકારો મેળવવા ચીને 'મેડ ઈન પીઆરસી' નામે રીબ્રાન્ડિંગ શરૂ કર્યું છે. ભારતના જ નહીં, પરંતુ વિશ્વભરના ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને ચીને પોતાની ચીજ-વસ્તુઓ વેચવા માટે આ ધંધો અપનાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement