શોધખોળ કરો

લોકસભા પહેલા CAA લાગૂ કરવાની તૈયારી, પાકિસ્તાનથી આવી સૌથી વધુ અરજીઓ, આ દેશના લોકો જ કરી શકશે અપ્લાય

રજિસ્ટ્રેશન માટે માટે CAAનું ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ડ્રાય રન ગૃહ મંત્રાલય દ્વારા પહેલેથી જ કરવામાં આવ્યો છે. CAA હેઠળ મોટાભાગની અરજીઓ પાકિસ્તાનથી આવતા લોકોની છે.

Citizenship Amendment Act in India: લોકસભા ચૂંટણી 2024ને આડે વધુ સમય બાકી નથી. ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા કેન્દ્રમાં સત્તારૂઢ નરેન્દ્ર મોદી સરકાર નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)નું નોટિફિકેશન બહાર પાડવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય કદાચ આવતા મહિને માર્ચમાં CAA નોટિફિકેશન બહાર પાડી શકે છે. નોંધણી માટે CAAનું ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આ નવા નિયમ હેઠળ મંત્રાલયને પાકિસ્તાનમાંથી સૌથી વધુ અરજીઓ મળી છે.

 હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ગૃહ મંત્રાલય માર્ચના એક કે બે અઠવાડિયામાં નાગરિકતા સંશોધન કાયદા સાથે સંબંધિત નિયમો અંગે સૂચના જાહેર કરે તેવી શક્યતા છે. આ નિયમો લાગુ થયા બાદ સૌથી મોટો ફાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વગેરે દેશોમાંથી ભારત આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવામાં થશે. કેન્દ્ર સરકારે આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા એટલે કે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા આ નિયમો બનાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

 ગૃહ મંત્રાલયે ઓનલાઈન પોર્ટલ ડ્રાય રન કર્યું છે

સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે, CAAનું ઓનલાઈન પોર્ટલ રજીસ્ટ્રેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેનું ડ્રાય રન પહેલાથી જ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. CAAનો સૌથી મોટો ફાયદો પડોશી દેશોના એવા શરણાર્થીઓને થશે જેમની પાસે કોઈપણ પ્રકારના દસ્તાવેજ નથી. આનાથી તેમને નાગરિકતા મેળવવામાં ઘણી મદદ મળશે.

સંસદે 11 ડિસેમ્બર 2019ના રોજ CAAને મંજૂરી આપી હતી

દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બે વખત આ વાતનું   પુનરોચ્ચાર કરી ચૂક્યા  છે કે, લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવામાં આવશે. તેમણે ભાર પૂર્વક કહ્યું છે કે આ દેશનો કાયદો છે અને તેને કોઈ રોકી શકે તેમ નથી. દેશની સંસદે 11 ડિસેમ્બર, 2019 ના રોજ CAAને મંજૂરી આપી હતી.

આ ત્રણ દેશોના લોકો નાગરિકતા માટે અરજી કરી શકશે

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, CAA હેઠળ, 31 ડિસેમ્બર, 2014 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ધાર્મિક આધાર પર અત્યાચાર ગુજાર્યા બાદ ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે. આ ત્રણ દેશોના લોકો જ નાગરિકતા માટે અરજી કરવા પાત્ર હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget