શોધખોળ કરો

Crime: ચડ્ડી-બનિયાનધારી ગેન્ગનો રાજકોટમાં આતંક, જુદીજુદી જગ્યાએથી કુલ અઢી લાખની માલ મત્તાની કરી ચોરી

રાજકોટમાં ચડ્ડી-બનિયાનધારી ગેન્ગે આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે, ઔદ્યોગીક વિસ્તારમાં ચડ્ડી-બનિયાનધારી ચોર ઠેર ઠેર ચોરી ત્રાટકી રહી છે,

Crime: રાજકોટમાં ફરી એકવાર ચડ્ડી-બનિયાનધારી ગેન્ગનો આતંક સામે આવ્યો છે. આ ગેન્ગે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં તરખાટ મચાવી દીધો છે, અને લગભગ અઢી લાખથી વધુની માલ મત્તા ચોરીને ફરાર થઇ ગઇ છે. હાલમાં આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 

રાજકોટમાં ચડ્ડી-બનિયાનધારી ગેન્ગે આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે, ઔદ્યોગીક વિસ્તારમાં ચડ્ડી-બનિયાનધારી ચોર ઠેર ઠેર ચોરી ત્રાટકી રહી છે, આ ગેન્ગે અત્યારે સુધી ચાર કારખાના સહિત 6 સ્થળો પરથી 2.17 લાખની રોકડ સહિત મત્તાની ચોરી કરી દીધી છે. રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક કારખાનામાંથી 1.80 લાખની ચાંદીની ચોરી કરી હતી, તેની બાજુમાં આવેલા ક્રિષ્ના એગ્રોમાંથી 15 હજાર રોકડની ચોરી કરી હતી. આ ઉપરાંત ગઢકા ગામમાં એક કારખાનામાંથી 22 હજારની રોકડની ચોરી કરી છે. તેમજ ગઢકા ગામમાંથી જ સુરાપુરા દાદાના મંદિરની તિજોરી ઉઠાવી ગયા હતા 

રાજકોટમાં 14 મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ

રાજકોટમાંથી વધુ એકવાર ક્રાઇમની હાઇ પ્રૉફાઇલ ઘટના સામે આવી છે. રાજકોટમાં પોલીસના દરોડામાં મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ છે, અહીં એક મકાનમાં જુગારધામ ચાલતુ હતુ, પોલીસની દરોડા દરમિયાન અહીંથી જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. માહિતી પ્રમાણે, રાજકોટમાં ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવતા મોટી કાર્યવાહી કરી હતી, આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે જુગારના અડ્ડાઓ દરોડા પાડ્યા હતા. ખાસ વાત છે કે, જ્યારે પોલીસે દરોડા પાડ્યા તે સમયે રાજકોટમાં આજી ડેમ પાસે માનસરોવર પાર્કમાં એક મકાનમાં મહિલાઓ દ્વારા સંચાલિત જુગારધામ પકડાયુ હતુ, આ જુગારધામમાંથી 14 મહિલાઓ રંગેહાથે ઝડપાઇ હતી. આ જુગારધામ એક મકાનમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતુ હતુ. 

રાજકોટમાં કામવાળીએ પ્રેમી સાથે મળી લૂંટ્યા હતા 15 લાખ, પોલીસે માત્ર 36 કલાકમાં આરોપીઓને ઝડપ્યા

રાજકોટમાં કોહિનૂર એપાર્ટમેન્ટમાં થયેલી 15 લાખ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટના પોશ વિસ્તારમાં ધોળેદહાડે લાખોના લૂંટની ઘટના બની હતી. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક કોહીનૂર એપાર્ટમેન્ટમાં એક વૃદ્ધાને બંધક બનાવીને 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે પોલીસે ફક્ત 36 કલાકમાં લૂંટમાં સામેલ નેપાળની કામવાળી અને તેના પ્રેમી સહિત ત્રણને દબોચી લીધા હતા. મળતી માહિતી અનુસાર, 15 લાખની લૂંટ ચલાવી જૂનાગઢમાં છૂપાયેલા નેપાળી કામવાળી અને તેન પ્રેમી સહિત ત્રણની પોલીસે ધરપકડ કરી હતી. વાસ્તવમાં કામવાળી અને તેના સાગરિતો લૂંટ ચલાવી રાજકોટથી જૂનાગઢ પહોચ્યા હતા. આ માટે તેઓએ ત્રણ રિક્ષા બદલી અને ખાનગી બસમાં બેઠા હતા. એટલું જ નહી પોલીસથી બચવા માટે કામવાળીના પ્રેમીએ દાઢી મૂંછ મુંડાવી નાખ્યા હતા. પોલીસે આરોપીઓને પકડવા માટે 200 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. આખરે પોલીસે જૂનાગઢ ભવનાથમાં 50 જેટલી ધર્મશાળા ,હોટલ, ગેસ્ટ હાઉસમાં તપાસ બાદ ધરપકડ કરી હતી. વાંઝા જ્ઞાતિની વાડીમાં 6 ટીમના 40 થી વધુ પોલીસ ત્રાટક્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ,, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો
Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ,, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો
Election Fact Check: સિંગાપોરની તસવીરને ભાજપે ભારતની મેટ્રોની તસવીર ગણાવી, પીએમ મોદીના ફોટો સાથે પોસ્ટ શેર કરી
Election Fact Check: સિંગાપોરની તસવીરને ભાજપે ભારતની મેટ્રોની તસવીર ગણાવી, પીએમ મોદીના ફોટો સાથે પોસ્ટ શેર કરી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ,, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો
Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ,, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો
Election Fact Check: સિંગાપોરની તસવીરને ભાજપે ભારતની મેટ્રોની તસવીર ગણાવી, પીએમ મોદીના ફોટો સાથે પોસ્ટ શેર કરી
Election Fact Check: સિંગાપોરની તસવીરને ભાજપે ભારતની મેટ્રોની તસવીર ગણાવી, પીએમ મોદીના ફોટો સાથે પોસ્ટ શેર કરી
Lok Sabha Election Phase Voting Live: બંગાળમાં સવારે 11 વાગ્યા સુધી સૌથી વધુ 32.70% મતદાન, જાણો ક્યાં અને કેટલું મતદાન?
Lok Sabha Election Phase Voting Live: બંગાળમાં સવારે 11 વાગ્યા સુધી સૌથી વધુ 32.70% મતદાન, જાણો ક્યાં અને કેટલું મતદાન?
સરકારનો પ્લાન તૈયાર, જલદી બંધ થશે 18 લાખ મોબાઇલ સિમ, આ લોકો પર થશે કાર્યવાહી
સરકારનો પ્લાન તૈયાર, જલદી બંધ થશે 18 લાખ મોબાઇલ સિમ, આ લોકો પર થશે કાર્યવાહી
Blood Pressure: હાઈ બ્લડપ્રેશરનું લેવલ કેટલું હોય છે, હાર્ટ એટેકનું જોખમ ક્યારે થાય છે?
Blood Pressure: હાઈ બ્લડપ્રેશરનું લેવલ કેટલું હોય છે, હાર્ટ એટેકનું જોખમ ક્યારે થાય છે?
તરબૂચ ખાવાથી પણ થઇ શકે છે નુકસાન, આ છ લોકોએ ખાવામાં રાખવું જોઇએ ધ્યાન
તરબૂચ ખાવાથી પણ થઇ શકે છે નુકસાન, આ છ લોકોએ ખાવામાં રાખવું જોઇએ ધ્યાન
Embed widget