શોધખોળ કરો

Teacher Job: પ્રાઇમરી સ્કૂલ ટીચર્સની ભરતીમાં હવે B.ed નહીં ચાલે ? સામે આવ્યા ભરતી અંગેના મોટા સમાચાર

પ્રાઇમરી સ્કૂલ ટીચર્સની ભરતી મામલે મોટા સમાચાર એવા છે કે, આ ભરતીમાં હવે બી.એડ નહી ચાલે

Teacher Job News: રાજ્યમાં શિક્ષકોની ભરતી અંગ મોટા સમાચાર મળી રહ્યા છે. હાલમાં જ અપડેટ મળ્યુ છે તે પ્રમાણે, હવે પ્રાઇમરી સ્કૂલ ટીચર્સની ભરતીમાં બીએડ નહીં ચાલે. પ્રાઇમરી સ્કૂલ ટીચર્સની ભરતી મામલે મોટા સમાચાર એવા છે કે, આ ભરતીમાં હવે બી.એડ નહી ચાલે, કેમ કે સુપ્રીમ કોર્ટ દ્વારા દ્વારા કરવામાં આવેલા નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો, આ નવા નિર્ણય અંગે સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીનાં સેનેટ સભ્ય ડો. નિદ્દત બારોટએ હાલમાં જ મીડિયાને આ માહિતી આપી છે. આ સમાચાર આવ્યા બાદ હવે ગુજરાત સરકારે પણ આ નિર્ણયને અમલમાં લાવવો પડશે. જો આમ થશે તો ગુજરાતમાં શાળાઓમાં ભરતી નિયમોમાં ફેરફાર થવાની પુરેપુરી શક્યતાઓ છે. 

રાજકોટમાંથી પ્રાથમિક શિક્ષણના શિક્ષકની ભરતી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ધો 6 થી 8માં પ્રાથમિક શિક્ષણમાં શિક્ષક તરીકે ભરતીમાં હવે બી.એડ કરેલા લોકોની ભરતી ના થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. માત્ર PTC કરેલા શિક્ષકોની પ્રાઈમરી શિક્ષક તરીકે ભરતી થઈ શકશે એવો સુપ્રીમ કોર્ટે આપ્યો ચૂકાદો આવ્યો છે. ખાસ વાત છે કે, રાજસ્થાનમાંથી થયેલી સુપ્રીમ કોર્ટમાં અરજીને લઈને સુપ્રીમ કોર્ટે NCTCનો નિર્ણય રદ કર્યો છે. હાલ ગુજરાતમાં પીટીસી અને બીએડ કરેલા બંને શિક્ષકોની ધો 6થી 8ના શિક્ષક તરીકે ભરતી થાય છે. આ અંગે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા NCTE દ્વારા કરવામાં આવેલા નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો છે. હવે ગુજરાત સરકારે પણ આ નિર્ણયને અમલમાં લાવવા પડે તેવી શકયતા છે, નવા નિર્ણય અંગે શિક્ષણવિદ અને સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીનાં સેનેટ સદસ્ય નિદ્દત બારોટે મીડિયા આ વાતની માહિતી આપી હતી, તેમના મતે હવે ગુજરાતમાં આ નિર્ણયને લઈને અસમંજસની સ્થિતિ સર્જાવાની પુરેપુરી શક્યતા છે, કેમ કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુજબ ધો 1થી 5 પ્રી પ્રાઇમરી અને ધો 1થી 8 પૉસ્ટ પ્રાઈમરી છે, જ્યારે સુપ્રીમ કોર્ટે પ્રાઈમરી શિક્ષણને લઈને નિર્ણય આપ્યો છે, જોકે, પીટીસી કરેલા શિક્ષકોને આ નિર્ણયથી થઈ લાભ થઇ શકે છે. 

ગુજરાત સરકાર મોટા પાયે શિક્ષકોની કરી શકે છે ભરતી - 

ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર ખેલ સહાયક યોજના અંતર્ગત 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પદ્ધતિથી ભરવામાં ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક ક૨વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રમત-ગમત અને ખેલકૂદ માટે તૈયા૨ ક૨વાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે. રાજ્યની સ૨કારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ’ માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉ૫૨ કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે. આ માટે પ્રાથમિક શાળાઓમાં 15000 અને માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓ માટે 11500 જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂંક ક૨વામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ પ્રાથમિક વિભાગના જ્ઞાન સહાયકને 21000 માધ્યમક વિભાગ માટે 24000 અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે રૂપિયા 26000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.

રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સ૨કારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓમાં અંદાજે 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણૂંક મેળવવા પ્રાથમિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો, માધ્યમિક વિભાગ માટે TAT (માધ્યમિક) અને ઉચ્ચત્તર માધ્યમક વિભાગ માટે TAT (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષામાં ઉતર્ણ થયેલ ઉમેદવારો અ૨જી કરી શકશે. અ૨જી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગ૨ દ્વારા પ્રસિદ્ધ ક૨વામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં ‘જ્ઞાન સહાયક’ તરીકે કામગીરી ક૨વા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઇન(online) કરવાની રહેશે અને Merit cum Preference મુજબ શાળાવા૨ જ્ઞાન સહાયકની યાદી તૈયા૨ કરી સંધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget