શોધખોળ કરો

નવસારીમાં ભારે વરસાદથી શહેરના માર્ગો થયા પાણી-પાણી, ગણેશ મંડળોની વધી ચિંતા

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Navsari News: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારીમાં મોડી રાતે મેઘો ગરજીને ધોધમાર વરસ્યો હતો. નવસારી સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં રાત્રે 10 થી સવારે 4 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે. નવસારી, જલાલપોર અને ચીખલીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જ્યારે ખેરગામ અને ગણદેવીમાં 1-1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી દેખાયા હતા. રાત્રી દરમિયાન પડેલા વરસાદને કારણે ગણેશ મંડળોની ચિંતા વધી છે.

આ દરમિયાન ઉકાઈ ડેમના બે દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 2 દરવાજા છ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, હાલ તાપી નદીમાં 44 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી હાલ 343.90 ફૂટ પર પહોંચી છે. હાલ ઉપરવાસમાંથી 61 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી  કરવામાં આવી છે.

નવસારીમાં ભારે વરસાદથી શહેરના માર્ગો થયા પાણી-પાણી, ગણેશ મંડળોની વધી ચિંતા

આજે ક્યાં પડશે વરસાદ

ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં આજે વરસાદ વરસી શકે છે.  

શનિવારે રાજ્યના 83 તાલુકામાં વરસાદ નોંધાયા. સૌથી વધુ સુરેન્દ્રનગરના ચુડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો તો  તો બોટાદ, ગોંડલ,ચીખલીમાં  પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો.  સારા વરસાદથી રાજ્યના છલોછલ થયેલા જળાશયોની સંખ્યા વધીને 58 પર પહોંચી છે. સૌરાષ્ટ્રના 30, કચ્છના 12, મધ્ય ગુજરાતના નવ અને દક્ષિણ ગુજરાતના છ જળાશયો હાઉસફુલ છે. 207 જળાશયોમાં 93.90 ટકાથી વધુ જળસંગ્રહ છે.રાજ્યના 206 પૈકી 144 જળાશયો હાઈએલર્ટ પર છે તો  એલર્ટ અને વોર્નિંગ પર.. 107 છે, 19 એલર્ટ તો 18 જળાશયો વોર્નિંગ પર છે. 62 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.

નવસારીમાં ભારે વરસાદથી શહેરના માર્ગો થયા પાણી-પાણી, ગણેશ મંડળોની વધી ચિંતા

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં  28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે.  2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે.  જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે.  જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે.  જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Embed widget