Surat : પતિથી અલગ રહેતી પત્નીને મોડી રાત્રે શંકાશીલ પતિએ છાતી-પેટ અને પગમાં મારી દીધી ગોળી
કતારગામની સોસાયટીમાં મધરાત્રે શંકાશીલ પતિએ અલગ રહેતી પત્નીને ગોળી મારી પતાવી દેવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. પતિએ પત્નીને છાતી, પેટ અને પગમાં ગોળી મારી દેતા સારવાર માટે સિવિલ ખસેડાવામાં આવી હતી.
સુરતઃ કતારગામની સોસાયટીમાં મધરાત્રે શંકાશીલ પતિએ અલગ રહેતી પત્નીને ગોળી મારી પતાવી દેવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. પતિએ પત્નીને છાતી, પેટ અને પગમાં ગોળી મારી દેતા સારવાર માટે સિવિલ ખસેડાવામાં આવી હતી. પતિ-પત્નીના 16 વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે, પતિ વહેમીલો હોવાથી અને મારઝૂડ કરતો હોવાથી છેલ્લા 7 વર્ષથી પત્ની બાળકો સાથે અલગ રહેતી હતી. જ્યારે પતિ કર્ણાટક ખાતે રહતો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ભોગ બનનાર ટીનાબેને 16 વર્ષ પહેલા કર્ણાટકના અખિલેશસિંહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના થોડા જ સમયમાં પતિ વહેમીલો હોવાથી બંને વચ્ચે તકરાર થવા લાગી હતી. પતિ પત્ની પર વહેમ રાખીને મારાઝૂડ કરતો હતો. લગ્ન જીવન દરમિયાન મહિલાને બે બાળકો છે. અંતે કંટાળેલી મહિલા છેલ્લા 7 વર્ષથી પતિથી અલગ રહેતી હતી.
મહિલાએ ફરિયાદ કરતાં ભરણપોષણનો હુકમ પણ થયો હતો. આ સાથે છૂટાછેડાની પ્રક્રિયા પણ ચાલી રહી હતી. જોકે, કોરોનામાં કોર્ટ બંધ રહેતી હોવાથી છૂટાછેડા થયા નથી. મૂળ રાજસ્થાનની રહેવાસી મહિલાને તેના બહેન-બનેવી અને અન્ય લોકો મદદ કરતા હતા. જેને પતિ અનૈતિક સંબંધ સાથે જોડી પત્નીને બ્લેમ કરતો હતો. બુધવારની રાત્રે બનેલી ઘટના બાદ કતારગામ પોલીસના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માસૂમ દીકરીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પતિ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો છે.
Mehsana : પરણીતાને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, લગ્ન કરવા માટે અઢી વર્ષની દીકરી નડતરરૂપ બનતા પતાવી દીધી ને પછી....
મહેસાણાઃ મહેસાણા લિંક રોડ પર બાળકીની હત્યા કરેલ લાશ મળવાનો મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે તપાસ દરમિયાન બાળકીની માતાની ધરપકડ કરી છે. બાળકીની હત્યા તેની જ માતાએ કરી હોવાનું સામે આવ્યુ છે. માતાને અન્ય પુરુષ સાથે લગ્ન કરવા હોવાથી બાળકી અડચલ રૂપ બનતા બાળકીને ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખી હતી. સમગ્ર મામલે પોલીસે બાળકીની માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં ફરી એકવાર માતા બની પોતાના સંતાનની હત્યારી.
ગાંધીનગર લીંક રોડ ઉપર ગોકુલધામ ફેલટ સામે બાળકીની હત્યા કરી નાંખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા કરી નાંખવામાં આવી છે. નજીકમાં ઝુંપડામાં રહેતા મજૂરની દીકરીની હત્યા કરવામાં આવી છે. રાત્રે 3 વાગે ગુમ થયા બાદ સવારે મૃતદેહ મળ્યો. ગળે ફાંસો આપી હત્યા કરાઈ હોવાનું એફએસએલનું કહેવું છે. બાળકીના ગળામાં દુપટ્ટો વીંટાયેલો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતો.
મહેસાણા પોલીસ એ ડીવીઝન અત્યારે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, અઢી વર્ષીય બાળકીની લાશ મળી આવી છે. આ બનાવ કઈ રીતે બન્યો છે, તેની તપાસમાં અમારી ટીમ લાગેલી છે. એફએસલના મત મુજબ, ગળે ટૂંપો આપીને બાળકીની હત્યા નીપજાવવામાં આવી છે. હવે એના પાછળનું કારણ શું છે અને શા માટે આ બાળકીની હત્યા કરવામાં આવી છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે. તમામ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે.