(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ બુટલેગરો બાદ હવે નેતાઓએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડ્યા, ભાજપ નેતાએ જાહેરમાં દીકરીનો જન્મદિવસ ઉજવ્યો
જો કે આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે......
સુરતમાં બુટલેગરો બાદ હવે નેતાઓ પણ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપ અગ્રણી રાજકુમાર સિંહે પોતાની દીકરીનો જન્મદિવસ જાહેરમાં ઉજવ્યો હતો અને કોવિડના ગાઈડલાઈનના લીરેલીરે ઉડાવ્યા હતા.
કારના બોનેટ પર ઢીંગલી જેવા આકારની કેક મુકવામાં આવી અને તેની આસપાસ લોકો ઉભા હતા. બાદમાં રાજકુમાર સિંહની પુત્રી આવે છે અને કેક કાપે છે. એક-બીજાને કેક ખવડાવી ફોટો સેશન પણ કરવામાં આવ્યો હતો. ત્યાં હાજર રહેલા મોટા ભાગના લોકો માસ્ક વિના જ જોવા મળ્યા હતા. સાથે જ સોશલ ડિસ્ટંસિગના નિયમોનું પાલન પણ થયુંન હતું. જો કે પોલીસે ગુનો નોંધ્યો છે. પરંતુ સવાલ તો તે છે કે વારંવાર મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ જ કેમ પોલીસે કાર્યવાહી કરે છે. ભાજપના આગેવાને નિયમોના ધજાગરા ઉડાવ્યા તો શું પોલીસે કાર્યવાહી કરશે એ મોટો સવાલ છે.
વડોદરામાં દારૂની મહેફિલ
અમદાવાદ બાદ વડોદરામાં પણ બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલનો કિસ્સો સામે આવ્યો છે. દિવાળીપુરામાં જન્મદિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે. આરોપીઓ ખુલ્લા મેદાનમાં મહેફિલ માણી રહ્યા હતા. જેની જાણ થતા પોલીસે દરોડા પાડયા અને 6 શખ્સોની ધરપકડ કરી હતી. સાથે જ 6 મોબાઇલ ફોન, અર્ધી દારૂની બોટલ જપ્ત કરી હતી. પ્રાથમિક માહિતી પ્રામણે નિશાંત પટેલ નામના યુવાનની હતી બર્થડે પાર્ટી હતી. જો કે હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Surat : રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 9 વર્ષીય બાળકીની નહેરમાંથી મળી લાશ, પરિવાર શોકમાં ગરકાવ
Surat: જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી કોરોનાના નિયમોના ફરી ઉડ્યાં ધજાગરા, જુઓ વીડિયો