શોધખોળ કરો

Surat: હીરા વેપારી પાસેથી બે દલાલોએ 1 કરોડથી વધુ ખંખેર્યા, હીરા વેચવા લીધા પરંતુ પેમેન્ટ આપ્યુ નહીં ને.....

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આ છેતરપિંડીની ઘટના ઘટી છે. હીરાના બે વેપારી દ્વારા દલાલ સાથે ૧.૧૧ કરોડની ઠગાઈ કરવામાં આવી છે

Surat News: સુરતમાં હીરા ઉદ્યોગ જગતમાથી ફરી એકવાર વેપારી છેતરાયો હોવાની ઘટના સામે આવી છે, આ વખતે પણ લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હીરા વેપારી સાથે છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. શહેરના મહિધરપુરામાં હીરા વેપારી દિનકર પટેલ પાસેથી બે દલાલોએ 1.11 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. 

ઘટનાની વિગતો એવી છે કે, સુરતના મહિધરપુરા વિસ્તારમાં આ છેતરપિંડીની ઘટના ઘટી છે. હીરાના બે વેપારી દ્વારા દલાલ સાથે ૧.૧૧ કરોડની ઠગાઈ કરવામાં આવી છે. અહીંનો હીરા ઉદ્યોગ વિશ્વાસ અને પર્ચી પર ચાલે છે જેનો લાભ લઇને આ મોટી છેતરપિંડીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ વખતે કાગળ પર કરોડોનો વેપાર કરનારો હીરા વેપારી ઠગાયો છે. ખરેખરમાં બે દલાલો દ્વારા દિનકર પટેલ પાસેથી હીરા વેચવા લીધા હતા અને બાદ તેનું પેમેન્ટ અપાયું ન હતું. ગૌરવ પાનવાલા અને પિંકેશ જાડાવાલા દ્વારા આ ઠગાઈ કરવામાં આવી છે. સમગ્ર મામલે હીરા વેપારી દિનકર પટેલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હીરા વેપારી ગૌરવ પાનવાલા અને પીન્કેશ જાડાવાલા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર, આ કારણે હીરા ઉદ્યોગને 35 ટકાનો ફટકો પડશે

સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. પહેલી માર્ચથી અમેરિકામાં રશિયાના હીરા પર પ્રતિબંધ મુકાશે. જેથી સુરતના ઉદ્યોગને અંદાજે 35 ટકાનો ફટકો પડશે. યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયામાં ઉત્પાદિત વસ્તુઓને બેન કરવા પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં ખાસ કરીને હીરા માટે મંજૂરી મળી છે. ઓફેકના ડેપ્યુટી ડિરેક્ટરે દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે.

1 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર 1 માર્ચથી પ્રતિબંધ લાગુ થશે. અડધા કેરેટથી પતલી સાઈઝના હીરાને બેન કરવા બાબતે હવે 1 સપ્ટેમ્બરે વિચારણા કરાશે. આ જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આયાતકારોએ પુરાવા પ્રદાન કરવાની જરૂર પડશે કે તેમના પોલિશ્ડ હીરાની રશિયામાં ખાણકામ કરવામાં આવી ન હતી. સુરતમાં આયાત થતા કુલ રફ ડાયમંડમાંથી 30થી 35 ટકા રફ રશિયાથી આયાત કરવામાં આવે છે. જેના કારણે સુરતની ઈન્ડસ્ટ્રીને અસર થશે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા વૈશ્વિક મંદીના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો. યુક્રેન રશિયા યુદ્ધને કારણે રશિયાના રફ ડાયમંડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. મંદીથી મુશ્કેલીમાં મુકાયેલા સુરતના રત્નકલાકારોએ આર્થિક પેકેજની માંગ કરી હતી. ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા આર્થિક સહાય આપવા રજૂઆત કરવામાં આવી હતી. વૈશ્વિક મંદીને કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો.

યુક્રેન રશિયા યુદ્ધને કારણે રશિયાના રફ ડાયમંડ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરતમાં પોલિશ્ડ થતાં રફમાં 30 ટકાથી વધુ હિસ્સો રશિયન રફનો હોય છે. રશિયન રફનો પ્રતિબંધ અને મંદીના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરાઇ હતી. માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી આપી હતી.

G- 7 દેશોએ રશિયાના હીરા પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે GJEPC દ્વારા રફની આયાત પર વોલેન્ટરી રોક હટાવી લીધી છે. હીરા ઉદ્યોગમાં બેરોજગારી ન વધે તે માટે આ નિર્ણય લેવાયો છે. આગામી 15મીથી હીરા વેપારીઓ રફ હીરા મંગાવી શકશે.

બેરોજગારી વધવાની શક્યતાને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગની મુખ્ય સંસ્થા GJEPC દ્ધારા નિર્ણય કર્યો છે. હીરાના આયાત પર લગાવેલ વોલેન્ટરી રોક હટાવી લેવામાં આવી છે. કટ એન્ડ પોલિશ્ડ હીરાનું ઓવર પ્રોડક્શન ન થાય તે માટે 15મી સપ્ટેમ્બરના રોજ આયાત સ્વૈચ્છિક બંધ કરાઈ હતી. મંદી દરમિયાન શહેરનું ડાયમંડ માર્કેટ સ્ટેબલ થાય તે માટે જીજેઈપીસી દ્ધારા રફની આયાત પર સ્વૈચ્છિક રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. હવે હીરા વેપારીઓ આગામી 15મી ડિસેમ્બરથી રફની આયાત કરી શકશે..

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
Embed widget