Ukraine Russia War: KFC અને પિત્ઝા હટની પૈરેંટ કંપનીનો નિર્ણય, રશિયામાં હવે રોકાણ નહીં કરે
રશિયા સામે વધુ એક કંપનીએ પ્રતિબંધોની જાહેરાત કરી છે. KFC અને પિઝા હટની પેરેન્ટ કંપની યમ બ્રાન્ડે રશિયામાં રોકાણ ન કરવાની જાહેરાત કરી છે. રશિયા આ કંપની માટે એક મહત્વપૂર્ણ બજાર રહ્યું છે.
Ukraine Russia War: કેએફસી અને પિઝા હટની મૂળ કંપની, યમ બ્રાન્ડ માટે રશિયા મુખ્ય બજાર રહ્યું છે. Yum પાસે રશિયામાં ઓછામાં ઓછા 1,000 KFC અને 50 પિઝા હટ લોકેશન્સ છે.
રશિયા સામે વધુ એક કંપનીએ પ્રતિબંધોની જાહેરાત કરી છે. KFC અને પિઝા હટની પેરેન્ટ કંપની યમ બ્રાન્ડે રશિયામાં રોકાણ ન કરવાની જાહેરાત કરી છે. રશિયા આ કંપની માટે એક મહત્વપૂર્ણ બજાર રહ્યું છે. જો કે, યુક્રેનના આક્રમણ પછી તે રશિયામાં રેસ્ટોરન્ટની કામગીરીને મર્યાદિત કરવા અથવા બંધ કરવા માંગે છે કે કેમ તે અંગે યુમે ટિપ્પણી કરી ન હતી.
દર વર્ષે રશિયામાં 100 રેસ્ટોરન્ટ ખોલે છે KFC
કેએફસીના વિકાસ માટે ગત વર્ષ વિક્રમજનક વર્ષ હતું. કુલ મળીને, KFC ઇન્ટરનેશનલે 2021માં 2,400 કરતાં વધુ ગ્રોસ યુનિટ ખોલ્યા. રશિયામાં, કંપની વાર્ષિક આશરે 100 નવી રેસ્ટોરન્ટ્સ ખોલતી હતી અને "આગળ વઘવાની એક સમાન વિસ્તરણ રણનિતી ચાલુ રાખવાની અપેક્ષા રાખે છે.
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ ઘણા દેશોએ મોસ્કો પર પ્રતિબંધો લગાવી દીધા છે. આ સાથે વિશ્વની ઘણી મોટી કંપનીઓએ રશિયા સામે પ્રતિબંધોની જાહેરાત કરી છે. એનર્જી સેક્ટરની વિશાળ કંપની શેલે મંગળવારે જાહેરાત કરી હતી કે તે રશિયન તેલ અને કુદરતી ગેસ ખરીદવાનું બંધ કરશે અને રશિયામાં સર્વિસ સ્ટેશનો પણ બંધ કરશે. શેલે કહ્યું છે કે, તે ટૂંકા ગાળાના બજારમાં ક્રૂડ ઓઈલના સોદા પણ તરત જ બંધ કરશે. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે સંપૂર્ણ રીતે સહમત છીએ કે ગયા અઠવાડિયે રશિયન ક્રૂડ ઓઇલનો કાર્ગો ખરીદવાનો અમારો નિર્ણય ખોટો નિર્ણય હતો."
યુક્રેનના સુમીમાં ફસાયેલા 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કઢાયાં
નવી દિલ્હી: યુક્રેનના શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને રાહતના સમાચાર આવી રહ્યા છે. સુમીમાં ફસાયેલા 694 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
યુક્રેનના શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને રાહતના સમાચાર આવી રહ્યા છે. સુમીમાં ફસાયેલા 694 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે કહ્યું કે, યુદ્ધગ્રસ્ત શહેરમાં ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને બસોમાં 175 કિમી દુર આવેલા પોલ્ટાવા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
રશિયા અને યુક્રેનને અપીલ કરવા છતાં સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત કોરિડોર તૈયાર કરવામાં નહોતો આવ્યો જે અંગે ભારતીયોએ ખેદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ હવે યુક્રેનમાં કોરિડોર તૈયાર કર્યા પછી ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે કાઢવામાં આવી રહ્યા છે. હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, "ગઈ રાત્રે, મેં કંટ્રોલ રૂમમાં તપાસ કરી હતી ત્યારે સુમીમાં 694 ભારતીય વિદ્યાર્થીઓ બાકી હતા. આજે, તેઓ બધા પોલ્ટાવા જવા માટે બસોમાં રવાના થયા છે."