Philomena Mwilu: પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ પર પહોંચ્યા કેન્યાના ડેપ્યુટી ચીફ જસ્ટીસ, મહા આરતીમાં લીધો ભાગ
વડોદરા: પ્રમુખસ્વામી મહારાજ જન્મ સ્થળ ચાણસદ ખાતે કેન્યાના ડેપ્યુટી ચીફ જસ્ટીસ ફિલોમેના મૈયલુએ મુલાકાત કરી હતી. ડેપ્યુટી ચીફ જસ્ટીસ ફિલોમેનાનું BAPS સંસ્થા દ્વારા પુષ્પહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.
વડોદરા: પ્રમુખસ્વામી મહારાજ જન્મ સ્થળ ચાણસદ ખાતે કેન્યાના ડેપ્યુટી ચીફ જસ્ટીસ ફિલોમેના મૈયલુએ મુલાકાત કરી હતી. ડેપ્યુટી ચીફ જસ્ટીસ ફિલોમેના પરિવાર સાથે પ્રમુખસ્વામી મહારાજ જન્મસ્થળ ખાતે પહોંચી મુલાકાત કરી હતી. ડેપ્યુટી ચીફ જસ્ટીસ ફિલોમેનાનું BAPS સંસ્થા દ્વારા પુષ્પહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે પ્રમુખસ્વામીના જન્મ સ્થળ ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જન્મ સ્થળ ખાતે આવેલા નારાયણ સરોવરની પણ ડેપ્યુટી ચીફ જસ્ટીસે વિઝીટ કરી હતી. નારાયણ સરોવર ખાતે યોજાયેલી મહા આરતીના પણ તેઓ મુખ્ય યજમાન બન્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિવિધ સ્થળોની આજ રોજ ચીફ જસ્ટીસ્ટે વિઝીટ કરી ભારતના વખાણ કર્યા હતા. અમદાવાદમાં યોજાયેલ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે ડેપ્યુટી ચીફ જસ્ટીસ ભારત આવ્યા છે. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી મહેમાનગતિથી તેઓ પ્રભાવિત થયા હતા.
અખાડાના સાધુ સંતો અને જૈન આચાર્યો વચ્ચે બેઠક
ભાવનગર: આજે અખાડાના સાધુ સંતો અને જૈન આચાર્ય વચ્ચે પાલીતાણાની તળેટી ખાતે મંદિર વિવાદને લઈ મહત્વની મીટીંગ યોજાઇ હતી. બે કલાકથી જેટલો સમય આ બેઠક ચાલી હતી. જે બાદ આસ્થાના સૌથી મોટા કેન્દ્ર પર સાધુ સંતો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી નીલકંઠ મહાદેવના મંદિર પર વિધિવત રીતે પૂજા અર્ચના શરૂ કરી દેવામાં આવશે. આ સાથે જ સનાતનની સાધુ સંતો દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરનો સંપૂર્ણ વહીવટ કલેકટર દ્વારા કરવામાં આવે અને ત્યાં પૂજારી પણ મૂકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જૈન આચાર્યો અને સાધુ સંતો દ્વારા મંદિર વિવાદને લઈ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સુખદ અંત લાવવા માટે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે. જૈન સમાજ તરફથી ભાઈ મહારાજ, અને નિત્યાનંદસુરી મહારાજ, ઉદયકિર્તી મહારાજ સહિત જૈન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો બીજી તરફ હિન્દૂ સમાજના પણ મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહ્યા હતા.
બેઠકમાં હાજર હિન્દૂ સમાજના સંતો
૧. મહા મંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિહરાનંદ ભરતી બાપુ, ભારતી આશ્રમ, જૂનાગઢ
૨. થાનાપતી મહંત શ્રી મહાદેવ ગિરિ બાપુ અવધુત આશ્રમ જૂનાગઢ
૩. થાણાપતિ મહંત શ્રી બુદ્ધ ગિરિ બાપુ, જૂનાગઢ
૪. મહંત શ્રીકનૈયા ગિરિ બાપુ ધારેશ્વર, મહાદેવ આશ્રમ
૫. મહંત શ્રી અમૃતગિરિ બાપુ
૬. થાનાપતિ મહંત શ્રી લહેરગીરી બાપુ ગૌધામ ગુરુદત્તાત્રેય આશ્રમ, કોટિયા
૭. મહંત શ્રી ભારદ્વાર ગિરિ બાપુ સિદ્ધગણેશ આશ્રમ, મોટા ખૂટવડા
૮. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી રમજુ બાપુ અંબિકા આશ્રમ, સાંગાણા
૯. થાનાપતિ મહંત શ્રી વિક્રમ ગિરિ બાપુ, ઘેલા સોમનાથ
૧૦. મહંત શ્રી ધરમદાસજી બાપુ રણજીત હનુમાન આશ્રમ
૧૧. મહંત શ્રી શિવચેતનગીરી બાપુ યોગાશ્રમ ગૌશાળા, મહુવા
૧૨. મહંત શ્રી ભક્તિ ગિરીજી માતાજી સંસ્યાસ આશ્રમ દામનગર
૧૩. પરમહંસ સ્વામી શરણાનંદ બાપુ શાન્તિ નિકેતન આશ્રમ નાની રજાસ્થળી
૧૪. પી.પી સ્વામી સ્વામીનારાયણ મંદિર, ગઢડા.
૧૫. પુ.હિંમતબાપુ ગોંડલીયા.
૧૬.પુ.ગોવતમ બાપુ ગોંડલીયા.