Earthquake: અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, ઓછામાં ઓછા 19 લોકોના મોત
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપરાંત ઈસ્લામાબાદ અને લાહોર સહિત પાકિસ્તાનના અનેક શહેરોમાં અનુભવાયા હતા
Afghanistan Earthquake: અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં મંગળવારે (21 માર્ચ) રાત્રે 6.5-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન અને ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે પણ મોટું નુકસાન થયું છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. જ્યારે પાકિસ્તાનમાં ભૂકંપના કારણે 2 મહિલાઓ સહિત 9 લોકોના મોત થયા છે. ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં 160 લોકો ઘાયલ પણ થયા છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 10.17 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
#UPDATE A strong earthquake lasting at least 30 seconds was felt across much of Afghanistan, Pakistan and parts of India Tuesday night, with the United States Geological Survey putting the magnitude at 6.5 ➡️ https://t.co/d29FrQTznZ
— AFP News Agency (@AFP) March 22, 2023
અફઘાનિસ્તાનમાં કાર્યકારી ગૃહ પ્રધાન સિરજાઉદ્દીન હક્કાનીએ દેશભરના તમામ 34 પ્રાંતોના ગવર્નરો અને પોલીસ વડાઓને ભૂકંપથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા અને સહકાર આપવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે ભૂકંપના આંચકા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપરાંત ઈસ્લામાબાદ અને લાહોર સહિત પાકિસ્તાનના અનેક શહેરોમાં અનુભવાયા હતા.
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, મંગળવાર રાત્રે આવેલા ભૂકંપની શરૂઆત સપાટીથી 187 કિમી ઉંડાઇથી થઇ હતી. સામાન્ય રીતે હિંદુકુશ પ્રદેશમાં ઊંડા ધરતીકંપો આવે છે, જે 100 કિમી કે તેથી ઓછી ઊંડાઈએ ઉદ્દભવે છે
પાકિસ્તાનમાં ઘરની છત પડી
'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન' ન્યૂઝપેપરના અહેવાલ અનુસાર, ભૂકંપ સમયે રાવલપિંડીના એક બજારમાં નાસભાગ મચી ગઈ હતી. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના સ્વાબીમાં એક ઘરની છત તૂટી પડતાં એક જ પરિવારના ઓછામાં ઓછા પાંચ સભ્યો ઘાયલ થયા છે.
ભારતમાં પણ ભૂકંપના આંચકા
હરિયાણા, પંજાબ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપ બાદ તરત જ જમ્મુ ક્ષેત્રના કેટલાક ભાગોમાં મોબાઈલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ઉત્તરાખંડમાં ઉત્તરકાશી અને ચમોલી સહિત અનેક સ્થળોએ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
दिल्ली में भूकंप के तेज झटके महसूस किए गए। pic.twitter.com/4oIBovOHLW
— ANI_HindiNews (@AHindinews) March 21, 2023
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. આશા છે કે તમે બધા સુરક્ષિત છો.