શોધખોળ કરો
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ નહોતા ત્યારે આ પૂર્વ મહિલા પત્રકારને કિસ કરવા ઓફિસ બોલાવી હતી? જાણો કોણે કર્યો દાવો
ફોક્સ ન્યુઝની એક પૂર્વ મહિલા પત્રકાર કર્ટની ફ્રેલે પોતાના પુસ્તકમાં દાવો કર્યો, ટ્રમ્પે મને ફોક્સમાં સૌથી હોટ ગણાવી હતી.
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફોક્સ ન્યુઝના એક પૂર્વ મહિલા પત્રકારે દાવો કર્યો હતો કે, ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા ન હતા ત્યારે તેમણે મને ફોન કરીને ટ્રમ્પ ટાવર સ્થિત તેમની ઓફિસે આવવા આમંત્રણ આપ્યું હતું. જ્યાં તેમણે મને કિસ કરવાની પણ વાત કરી હતી.
મહિલા પત્રકાર હોવા ઉપરાંત એક સમયે ટ્રમ્પની માનિતી ટીવી એન્કર કર્ટની ફ્રેલે આ દાવો કર્યો હતો. ટ્રમ્પના પ્રિય ટીવી શો ‘ફોક્સ એન્ડ ફ્રેન્ડ્ઝ’ની એન્કરે પોતાના પુસ્તકમાં જુની યાદો લોકો સાથે શેર કરી હતી.
કર્ટની ફ્રેલે કહ્યું હતું કે, ટ્રમ્પે મને ફોક્સમાં સૌથી હોટ ગણાવી હતી. પુસ્તકના અંશોમાં કર્ટનીએ કહ્યું હતું કે, જ્યારે ટ્રમ્પના મિસ યુનિવર્સ સ્પર્ધામાં મેં જજ બનવા ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે તેમણે મને પોતાની ઓફિસે થોડા સમય માટે આવવા આમંત્રણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર અગાઉ પણ અનેક યુવતીઓ અને મહિલાઓએ તેમની સાથે ખરાબ વ્યવહારના આક્ષેપો કરી ચૂકી છે. જો કે ટ્રમ્પે તમામ આરોપોને ફગાવી દીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion