World Meteorological Organization ની ચેતવણી- આગામી ચાર વર્ષમાં વિશ્વમાં સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી વધશે
આ ડરામણો ખુલાસો World Meteorological Organization (WMO) દ્ધારા કરવામાં આવ્યો છે.
2027 પહેલા સમગ્ર વિશ્વનું સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધશે. આ ડરામણો ખુલાસો World Meteorological Organization (WMO) દ્ધારા કરવામાં આવ્યો છે. આનો અર્થ એ નથી કે વિશ્વનું તાપમાન 2015ના પેરિસ કરારના સ્તરથી ઉપર જશે પરંતુ ગરમી વધશે
The heat stretching from Western Africa across the Middle East and into India atm is incredible. 45C plus (113F) in many regions across the entire landmass. These 3 major regions, where billions live, are identified as being virtually uninhabitable in a world of 2C global heating pic.twitter.com/LBjeTqlzAa
— Peter Dynes (@PGDynes) May 17, 2023
લોકોની હાલત કફોડી થવા જઈ રહી છે. આખી દુનિયા બળી જશે. હવામાનનો સમય બદલાશે. આફતો આવશે. WMOએ 30 વર્ષના સરેરાશ વૈશ્વિક તાપમાનના આધારે આ ખુલાસો કર્યો છે. સંગઠને કહ્યું કે 2027 સુધીમાં વિશ્વનું તાપમાન દોઢ ડિગ્રી સેલ્સિયસ વધશે જેની 66 ટકા શક્યતા છે.
બ્રિટનના મેટ ઓફિસ હેડલી સેન્ટરના લોંગ રેન્જ પ્રેડિકેશનના વડા એડમ સ્કૈફિએ જણાવ્યું હતું કે આગામી ચાર-પાંચ વર્ષમાં ગરમીનું ઐતિહાસિક રેકોર્ડ સ્તર જોવા મળશે. તાપમાન દોઢ ડિગ્રી સેલ્સિયસથી ઉપર જશે. ગયા વર્ષે જે રિપોર્ટ આવ્યો હતો તેમાં આની સંભાવના 50-50 હતી. પરંતુ ફરીથી કરવામાં આવેલા અભ્યાસ મુજબ હવે તે 66 ટકા છે. જે ડરામણા રિપોર્ટમાં આ વાત સામે આવી છે તેનું નામ ગ્લોબલ એન્યુઅલ ટૂ ડિકેડલ ક્લાઇમેન્ટ અપટેડ છે.
દર પાંચ વર્ષે એક વર્ષ અત્યંત ગરમ રહેશે
WMO એ બીજી ભયજનક ચેતવણી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક ગરમી પડવાની 98 ટકા શક્યતા છે. આ પ્રક્રિયા વર્ષ 2016થી શરૂ થઈ છે. આ એક વિશાળ જળવાયુ સંકટ છે, જેને મોટાભાગના દેશો ગંભીરતાથી લેતા નથી.
વિશ્વ ગ્રીનહાઉસ વાયુઓ પર રોક લગાવી શક્યું નથી
એડમે કહ્યું હતું કે જો તાપમાનમાં અસ્થાયી ધોરણે દોઢ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે તો પણ સમગ્ર વિશ્વને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. કમોસમી વરસાદ, અચાનક પૂર, દુષ્કાળ, ધૂળના તોફાન, દરિયાની સપાટીમાં વધારો. દરિયાઈ તોફાનોની ઘટના. આનો અર્થ એ થયો કે સમગ્ર વિશ્વ ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.
જ્યાં સુધી આપણે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો નહીં કરીએ, આપણે વધતી ગરમીને રોકી શકીશું નહીં. તો તેની અસર અલગ-અલગ દેશોની દરેક સીઝન પર પડશે. ભારતની સ્થિતિ વધુ બગડશે કારણ કે જ્યારે અલ-નીનો માનવ દ્વારા થતા આબોહવા પરિવર્તન સાથે જોડાય છે, ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થશે.
અગાઉ, વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે વર્ષ 2017 અને 2021 વચ્ચે તાપમાનમાં દોઢ ડિગ્રી વધારો થવાની શક્યતા માત્ર 10 ટકા હતી પરંતુ આગામી કેટલાક વર્ષોમાં આટલું તાપમાન વધરાની શક્યતા 66 ટકા જેટલી છે.