GT vs PBKS Playing 11: ગુજરાતે ટોસ જીત્યો, પંજાબ બેટિંગ કરશે, આ 11 ખેલાડીઓને મળી પ્લેઈંગ-11માં જગ્યા
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિની 5મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઇ રહી છે.

Gujarat Titans vs Punjab Kings Playing 11: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિની 5મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઇ રહી છે. શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પીચના હિસાબે આ સારો નિર્ણય છે. શ્રેયસ અય્યરે પણ ટોસ પછી સ્વીકાર્યું કે જો ટોસ તેની તરફેણમાં પડ્યો હોત તો તેણે પણ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હોત.
ગુજરાત જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન: શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, અરશદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા.
પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લા ઉમરઝઈ, માર્કો જાનસેન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
ગુજરાત ટાઇટન્સ ટીમ 2025માં સામેલ ખેલાડીઓ
જોસ બટલર (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, રશીદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, ઈશાંત શર્મા, જયંત યાદવ, મહિપાલ લોમરોર, કરીમ જન્નત, કુલવંત ખેજરોલિયા, અનુજ રાવત, ગેરાલ્ડ કોએત્જી, શેરફેન રધરફોર્ડ, માનવ સુથાર, કુમાર કુશાગ્ર, અરશદ ખાન, ગુરનૂર બરાડ, નિશાંત સિંધુ.
પંજાબ કિંગ્સની ટીમ 2025માં સામેલ ખેલાડીઓ
જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, નેહલ વઢેરા, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંઘ, માર્કો જાનસન, હરપ્રીત બરાડ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વિશક, પ્રવીણ દુબે, લોકી ફર્ગ્યૂસન, જેવિયર બાર્ટબેટ, વિણ્ણુ વિનોદ, યશ ઠાકુર, આરોન હાર્ડી, અઝમતુલ્લા ઉમરઝાઈ, કુલદીપ સેન, પ્રિયાંશ આર્ય, સૂર્યાંશ શેડગે, હરનૂર સિંહ, મુશીર ખાન, પાયલા અવિનાશ.
જો આપણે હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો, ગુજરાત ટાઇટન્સનો હાથ ઉપર છે. ગુજરાત અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતે 3 મેચ જીતી છે. જ્યારે પંજાબે 2 મેચ જીતી છે. 2022માં ગુજરાત અને પંજાબ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. ગુજરાતે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. જ્યારે પંજાબે આ જ સિઝનની આગામી મેચ 8 વિકેટે જીતી લીધી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
