G-7 To Ban Russian Gold: રશિયાને નબળું પાડવા હવે આ કિંમતી વસ્તુની આયાત પર G7 દેશો પ્રતિબંધ મુકશે
યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યા બાદ અમેરિકા સહિતના વિવિધ દેશો રશિયા પર પ્રતિબંધ લગાવ્યા હતા. આ કડીમાં હવે અમેરિકા રશિયાના સોનાની આયાત કરવા પર પ્રતિબંધ લગાવામાં આવશે.
G-7 To Ban Russian Gold: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden) રવિવારે જાહેરાત કરી છે કે, G-7 દેશના સભ્ય દેશો રશિયાના (Russia) સોનાની (gold) આયાત (imports) પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરવા જઈ રહ્યા છે. યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યા બાદ અમેરિકા સહિતના વિવિધ દેશો રશિયા પર પ્રતિબંધ લગાવ્યા હતા. આ કડીમાં હવે અમેરિકા રશિયાના સોનાની આયાત કરવા પર પ્રતિબંધ લગાવામાં આવશે. જો બાઈડને એક ટ્વીટમાં કહ્યું કે, રશિયા પોતાના સોનાની નિકાસ કરીને અબજો ડોલર રુપિયા કમાય છે.
દુનિયાના સાત પ્રમુખ વિકસિત દેશોના સંગઠન જી-7ની જર્મનીમાં મ્યૂનિખ પાસે એલમૌમાં શિખર બેઠક થવાની છે. આ બેઠકમાં રશિયાના સોનાની આયાત કરવા પર પ્રતિબંધ મુકવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. અનુમાન છે કે, મંગળવારે જી-7 દેશ આ અંગં મંગળવારે અંતિમ નિર્ણય લેશે.
ઈંધણ પછી રશિયાની સૌથી મોટી કમાણી સોનુંઃ
બાઈડેન પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇંધણ પછી રશિયા સોનાની સૌથી વધુ નિકાસ કરે છે. આ સ્થિતિમાં રશિયામાંથી સોનાની આયાત પર અંકુશ મુકવાથી રશિયા માટે વૈશ્વિક બજારોમાં ટકવું મુશ્કેલ બનશે. તાજેતરના વર્ષોમાં, સોનું એ ઊર્જા પછી રશિયાનું બીજું સૌથી મોટું નિકાસ ઉત્પાદન રહ્યું છે. વર્ષ 2020માં, રશિયાએ લગભગ $19 બિલિયનના સોનાની નિકાસ કરી હતી, જે વૈશ્વિક સોનાની નિકાસના લગભગ 5 ટકા હતી.
રશિયન સોનાની નિકાસમાં જી-7 દેશોનો મોટો હિસ્સોઃ
ખાસ વાત એ છે કે, રશિયન સોનાની લગભગ 90 ટકા નિકાસ માત્ર G-7 દેશોને જ મોકલવામાં આવતી હતી. તેમાંથી 90 ટકાથી વધુ સોનાની નિકાસ એકલા રશિયા દ્વારા બ્રિટનમાં કરવામાં આવી હતી. તો અમેરિકાએ 2019 માં રશિયા પાસેથી 20 કરોડ ડોલરથી ઓછા મૂલ્યનું અને વર્ષ 2020 અને 2021 માં 10 લાખ ડોલરથી પણ ઓછા સોનાની આયાત કરી હતી.