War: અમેરિકાથી લઇને યૂરોપિયન યૂનિયન સુધી, જાણો કયા દેશે રશિયા પર શું લગાવ્યા છે પ્રતિબંધો........
આ ઉપરાંત રશિયા પર રશિયાના કેટલાય રઇસ લોકોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, અને તેમની સંપતિઓ પણ ફ્રિજ કરી દેવામાં આવી છે.
Russia Ukraine Conflict: રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ સતત વકરતુ જઇ રહ્યું છે, રશિયા યૂક્રેનમાં પોતાના મિસાઇલો અને બૉમ્બમારાથી સતત તબાહી કરી રહ્યું છે. મરનારાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. યુદ્ધો રોકવા માટે રશિયાના રાષ્ટ્રપતિને દુનિયા સમજાવી રહી છે, પરંતુ પુતિન માનવા તૈયાર નથી. પરંતુ હવે પુતિનને રોકવા અમેરિકાએ ખુલ્લો પ્રસ્તાવ આપ્યો છે. અમેરિકાના રાજનાયિક મામલાના વિદેશ મંત્રી વિક્ટોરિયા નુલેન્ડે કહ્યું કે જો રશિયા યૂક્રેનમાં યુદ્ધ બંદ કરી દે છે, તો મૉસ્કો વિરુદ્ધ લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવી લેવામાં આવશે.
રશિયા પર કયા દેશે લગાવ્યા છે કયા પ્રતિબંધો-
યૂક્રેન હુમલા બાદ રશિયા પર આંતરરાષ્ટ્રીય લેવલ પર કેટલાય મોટા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. પશ્ચિમી દેશોએ રશિયાની સેન્ટ્રલ બેન્કની એસેટને ફ્રીઝ કરી છે, રશિયાને સ્વિફ્ટમાંથી બહાર કર્યુ છે. અમેરિકા અને બ્રિટને રશિયાની બે સૌથી મોટી બેન્કો સબરબેન્ક અને વીટીવી બેન્ક પર કેટલાય પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. આ ઉપરાંત કેટલાય રશિન સંપતિને જપ્ત કરી લેવામાં આવી છે.
આ ઉપરાંત રશિયા પર રશિયાના કેટલાય રઇસ લોકોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, અને તેમની સંપતિઓ પણ ફ્રિજ કરી દેવામાં આવી છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પણ આવુ જ કર્યુ છે. જર્મનીની વાત કરીએ તો તેમા પણ નૉર્ સ્ટ્રીમ 2 ગેસ પાઇપલાઇન પરિયોજનાને રોકી દેવાની પણ વાત કહી છે. પોલેન્ડ, ચેક ગણરાજ્ય, બુલ્ગારિયા અને એસ્તોનિયાએ રશિયન વિમાન કંપનીઓ માટે પોતાનુ એરસ્પેસ બંધ કરી દીધુ છે. આ ઉપરાંત દુનિયાભરના મોટાભાગના દેશોએ રશિયા પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. મોટાભાગના દેશોએ રશિયા પર કેટલાય રાજનાયિક પ્રતિબંધો પણ લગાવી દીધા છે.
અચાનક સ્થિતિ બની ગઇ છે તણાવપૂર્ણ -
ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે સ્થિતિ ખુબ તણાવપૂર્ણ થઇ ગઇ છે. રશિયાની બૉમ્બમારામાં યૂક્રેનના અનરહોદર (Enerhodar) શહેરમાં સ્થિત યુરોપનો સૌથી મોટો પરમાણુ ઉર્જા સંયંત્ર પ્લાન્ટ (NPP)માં આગ લાગી ગઇ હતી. પ્લાન્ટના ડાયરેક્ટરનુ કહેવુ છે હતુ કે ફાયર ફાઇટિંગ સિસ્ટમને પ્લાન્ટની અંદર આવવા દેવામાં નથી આવી રહી હતી. રિપોર્ટ અનુસાર, થોડાક સમય બાદ કેટલાય ધમાકા થયા. આ ઘટના બાદ યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સાથે બાઇડેનની ફોન પર વાત કરી હતી. ઝેલેન્સ્કીએ ત્યારબાદ ઇમર્જન્સી સંબોધનમાં કહ્યું કે મૉસ્કો જાપોરિજિયા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર બૉમ્બમારો કરીને ચેરનોબિલ જેવી દૂર્ઘટનાને ફરીથી કરવા માગે છે.